12 વર્ષની સગીરા પર દાદાની ઉંમરના બે વૃદ્ધોએ દુષ્કર્મ આચરી આઠ માસનો ગર્ભ રાખી દેતા ચકચાર

ઘરકામ કરવા જતી દીકરી પર નજર બગાડનાર બંને ‘ભાભા’ની ધરપકડ
રાજકોટ તા.13
રાજકોટ શહેરમાં બહેનો, દીકરીઓની કોઈ સલામતી જ ના હોય તેમ દિવસે ને દિવસે દુષ્કર્મની ફરિયાદોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજકોટના કોઠારીયા રોડ પર શ્રમિક પરિવારની 12 વર્ષની સગીરા ઉપર બબ્બે પાડોશી વૃદ્ધોએ નજર બગાડી આંઠ માસ દરમિયાન અવારનવાર દુષ્કર્મ આચરી આંઠ મહિનાનો ગર્ભ રાખી દીધો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે ભક્તિનગર પોલીસે દાદાની ઉંમરના બંને વૃદ્ધ નરાધમોને રાતોરાત દબોચી લઇ મહિલા પોલીસ સ્ટેશનમાં સોંપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સભ્ય સમાજને કલંકિત કરતી આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કોઠારીયા રોડ ઉપર ક્વાર્ટરમાં રહેતા એક પરિવારની 12 વર્ષની સગીર દીકરી ઉપર પાડોશી વૃદ્ધોએ દુષ્કર્મ આચરી હોવાની ફરિયાદ તેની માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવી સમક્ષ કરતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો કરૂણ આક્રંદ સાથે ભોગ બનનાર સગીરાને પોલીસ સ્ટેશને સાથે લઇ જઈ માતાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે પોતે ગરીબ પરિવારના હોય તેમજ તેમના પતિ માનસિક અસ્થિર હોય તેઓ કઈ કામ કરી શકતા નહિ હોવાથી પોતે છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
પોતે મજૂરીકામ કરવા માટે બહાર ગયા હોય ત્યારે 12 વર્ષની દીકરી અમારા જ ક્વાટરના બ્લોકમાં પાડોશમાં રહેતા નાનજીભાઈ અને અરવિંદભાઈ કુબાવત જે બંનેની ઉમર 58 અને 65 વર્ષ છે તેઓના ઘરે ઘરકામ કરવા માટે જતી હતી તે ઘરકામના બદલામાં થોડા ઘણા પૈસા મળતા હતા દરમિયાન છેલ્લા આઠેક માસ દરમિયાન નાનજીભાઈ અને અરવિંદભાઈ બંનેએ દીકરીને હવસનો શિકાર બનાવી હતી અને અવારનવાર દુષ્કર્મ આચરી શરીરસુખ માણ્યું હતું દીકરીનું અચાનક પેટ વધવા લગતા માતાએ આ અંગે પૂછતાં તેણીએ સમગ્ર હકીકત વર્ણવી હતી વારંવાર દુષ્કર્મને પગલે દીકરીને આંઠ મહિનાનો ગર્ભ પણ રાખી દીધો હતો આરોપી કડિયાકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે ભક્તિનગર પોલીસે ફરિયાદ અન્વયે નોંધી આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તાબડતોબ દાદાની ઉંમરના બંને નરાધમોને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી હકીકતે સગીરાને કેટલા મહિનાનો ગર્ભ છે તે જાણવા તેનું મેડિકલ ચકાસણી કરવા સહિતની તજવીજ હાથ ધરી છે વધુ તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આઈ એમ ઝાલા ચલાવી રહ્યા છે.