વીજ કર્મચારીઓની હડતાળ ગેરકાયદે, ભાગ લેનાર કર્મચારીને થશે સજા

જીયુવીએનએલએ પરિપત્ર જાહેર કર્યો: હડતાળ માટે રજા મૂકનાર કર્મચારીની રજા નામંજૂર કરવા ઉપરી અધિકારીઓને આદેશ રાજકોટ તા.13
પગાર સુધારણા સહિત વિવિધ 31 જેટલી માંગણીઓ સાથે હડતાલનું એલાન આપનાર વીજ ઇજનેરોની હડતાલને ગુજરાત
ઉર્જા વિકાસ નિગમ લી. (જીયુવીએનએલ)એ ગેરકાયદેસર જાહેર કરી હડતાલમાં
જોડાનાર કર્મચારી સામે સજા કરવાનો પરિપત્ર કર્યો છે. જો કે જીબીઆઇએ પરિપત્રની
ઐસી કી તૈસી કરી હડતાલ યથાવત રાખવાનું એલાન કર્યુ છે.
જીબીઆની જનરલ સેક્રેટરી બી.એમ.શાહે જણાવ્યું હતું કે આજથી વીજ ઇજનેરો દ્વારા વર્ક ટુ રૂલનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તમામ કંપનીના કર્મચારીઓ ધરણા અને સૂત્રોચ્ચાર કરનાર છે. રાજકોટમાંથી 1પ જેટલા અધિકારીઓ ગાંધીનગર જનાર છે.
આગામી ર0 મીથી વીજ ઇજનેરો અને કર્મચારીઓ દ્વારા સામુહિક માસ સીએલ અને આગામી ર6 મીથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન કરવામાં આવ્યું છે.
આ માટેની નોટીસ પણ સરકાર અને જીયુવીએનએલને આપી દેવામાં આવી છે. ગત સપ્તાહે હડતાલના સમાધાન માટે મેનેજમેન્ટ સાથે બેઠક યોજવામાં આવી હતી પરંતુ બેઠકમાં કોઇ નિષ્કર્ષ નીકળ્યો ન હતો.
દરમ્યાન જીયુવીએનએલે ગઇકાલે પરિપત્ર કરી હડતાલને ગેરકાયદેસર ઠેરવી છે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પગાર સુધારણાનો જીઇબી એન્જીનીયરીંગ એસો.ના સભ્યોએ સ્વેચ્છાએ લાભ લીધેલ નથી. જ્યારે ભથ્થાઓ અંગે રાજ્ય સરકારે કોઇ કર્મચારીઓનો નિર્ણય કરેલ ન હોય આ ભથ્થાની માંગણીને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો આપવા ઉચિત નથી.
સરકારે જાહેરનામાથી આવશ્યક સેવા જાળવણી અધિનિયમ 197ર હેઠળ આવશ્યક સેવા જાહેર કરેલ છે. તેથી હડતાલ પર જવા પ્રતિબંધ ફરમાવેલ છે. ઔદ્યોગીક ધારાની
કલમ-રર(1)(ડી) હેઠળ સમાધાન પ્રક્રિયા
પડતર હોય ત્યારે પબ્લીક યુટીલીટીમાં ફરજ બજાવતો કોઇપણ કર્મચારી હડતાલ પર જઇ શકે નહીં. તેથી આ હડતાલ ગેરકાયદેસર છે તેવું ફલિત થાય છે.
ગેરકાયદેસર હડતાલમાં ભાગ લેવો એ આવશ્યક સેવા જાળવણી અધિનિયમ 197ર હેઠળ ફોજદારી પગલાને પાત્ર છે. જેમાં કર્મચારીની અટકાયત તથા અન્ય કાર્યવાહી થઇ શકે છે. હડતાલમાં ભાગ લેવાને
કારણે જે તે કર્મચારીનો તે દિવસનો પગાર કપાત થશે તેમજ તેની સામે ખાતાકીય પગલા
લઇ અનુરૂપ સજા કે નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે.
ઉપરી અધિકારી દ્વારા જો કોઇ કર્મચારી કે અધિકારી આંદોલનાત્મક કાર્યક્રમ અથવા ગેરકાયદેસર હડતાલમાં ભાગ લેવા માટે રજા મુકે તો તે અચુક નામંજુર કરવા આદેશ કરવામાં આવ્યો છે. આમ છતા પણ જો રજા આપવામાં આવશે તો ઉપરી અધિકારીને પણ ગેરકાયદેસર હડતાલમાં ટેકો આપવા માટે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.   કયા કયા કાર્યક્રમો?
તા.7/3/2018ના રોજ પ્રતિક ઉપવાસ
તા.13/3/2018થી વર્ક ટુ રૂલ આંદોલન
તા.14/3/2018ના રોજ ગાંધીનગરમાં સત્યાગ્રહ
તા.20/3/2018ના રોજ સામુહિક રજા
તા.26/3/2018થી જીયુવીએનએલ અને સંલગ્ન તમામ કચેરીઓમાં બેમુદતી હડતાલ