ખંભાળિયાના ભાણખોખરી ગામે હલરમાં આવી જતાં યુવકનું મોત


ખંભાળિયા તા,13
ખંભાળિયા તાલુકાના ‘ભાણખોખરી’ ગામે રહેતા હમીરભાઈ મેરામણભાઈ કરમુર નામના 35 વર્ષના આહેર યુવાન ગઈકાલે સોમવારે તાલુકાના ભાડથર ગામે હલરમાં ધાણા કાઢી રહ્યા હતા, તે દરમિયાન હલરમાં પગ આવી જતાં તેમને ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે કરશનભાઈ માંડણભાઈ ગોજીયાએ ખંભાળિયા પોલીસને જાણ કરી છે.
ઝેરી દવા પીતા યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રમેશભાઈ કરશનભાઈ વાઘેલા નામના 40 વર્ષના યુવાને ગત તા.20મી ફેબ્રુઆરીના રોજ કોઈ અગમ્ય ધારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
ફિનાઈલ પી લેતાં સારવારમાં
ખંભાળિયાના નગરનાકા પાસે રહેતા મુકેશભાઈ બાબુભાઈ સીચ નામના વણકર યુવાને અમુભાઈ નામના એક આસામીને હાથ ઉછીના રૂા. 15 000 આપ્યા હતા. આ રકમ તેઓ પરત ન આપતાં લાગી આવવાના કારણે મુકેશભાઈએ ફિનાઈલ પી લીધું હતું. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.