જૂનાગઢમાં બે આખલાએ યુધ્ધમાં દીવાલ તોડી નાખી


જૂનાગઢ તા,13
જુનાગઢના જોશીપુરા વિસ્તારમાં ગઇકાલે બે આખલાએ ત્રણ કલાક જેટલુ યુધ્ધ કરી દેતા બે બાઈકને નુકશાન થયુ હતુ અને એક રહેણાંક મકાનની દીવાલ પાડી દીધી હતી.
શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલ નંદનવન રોડ ઉપર બે આખલાઓ ધુરકીયા કરતા સામસામે આવી ગયા હતા.
બન્નેએ દ્વંદ્વ યુધ્ધ છેડી દેતા આખલા યુધ્ધ 3 કલાક જેટલુ ચાલ્યું હતું. જેના કારણે બે બાઈકોને નુકશાન થવા
પામ્યું હતું. જયારે એક
રહેણાંક મકાનની દીવાલ ધરાશય કરી દીધી હતી.
આ વિસ્તારમાં આખલાઓનું યુધ્ધ સામાન્ય છે વારંવાર અહી આખલાઓ યુધ્ધ કરી બેસતા લોકોને નાશ ભાગી કરવી પડે છે તો રેઢીયાળ ગાયોના
ટોળાઓ પણ રખડતા હોવદાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવવી પડે છે ત્યારે આવા માથા ફરેલ આખલાઓ અને રેઢીયાળ ગાયોને પકડી પાંજરાપોળમાં મુકી
આવવી જોઇએ તેવી સ્થાનિક રહેવાસીઓમાંથી માંગણી ઉઠવા પામી છે.