અમેરિકા સાથે ભારતની દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણીને ICCની મંજૂરી ન મળી!


લંડન: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ નિષ્કાસિત અમેરિકા ક્રિકેટ સંઘ દ્વારા ભારત વિરુદ્ધ પ્રસ્તાવિત 2 દ્વિપક્ષીય સિરીઝને મંજૂરી આપવાની આજે ના પાડી દીધી છે. અમેરિકા ક્રિકેટ સંઘને આઇસીસીએ જૂન 2017માં હાંકી કાઢ્યા હતા. એપ્રિલ અને મેમાં ભારતીય મહિલા ટીમ અને પુરુષ ટીમો સાથે દ્વિપક્ષીય ટી-20 સિરીઝ હોસ્ટિંગ કરવાનું એલાન કર્યું હતું. આઈસીસીએ એક એડમાં કહ્યું હતું કે, બંને સિરીઝ અનધિકૃત છે, જેને બીસીસીઆઈ અથવા આઈસીસી મંજૂરી નહિ આપે. આઈસીસીએ વધુમાં જણાવ્યું કે, આ સિરીઝમાં ભાગ લેનારાઓને અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે. આ વાત ખેલાડીઓ, મેચ અધિકારીઓ, કોચિંગ અને પ્રબંધક સ્ટાફ બધાને લાગુ પડે છે.