વેરાવળ બાદલપરા ગામે રાહુલભાઇ બારડની શોકસભા


(દેવાભાઇ રાઠઠોડ) પ્રભાસપાટણ તા.13
સ્વ.જશુભાઇ બારડ અને તાલાલા વિસ્તારનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડનાં નાના ભાઇ રામભાઇ બારડનાં એકના એક પુત્ર રાહુલભાઇ બારડ ર1 વર્ષની નાના વયે કાર અકસ્માતમાં તા.8/3/18 ના રોજ મૃત્યુ પામેલ હતા. તેમનું બેસણું વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામે તા.1ર/3/18 ના રોજ રાખવામાં આવેલ અને રાહુલભાઇની તસ્વીરને પુષ્પાંજલી તેમના પરીવાર ઉપર આવી પડેલા દુ:ખમાં સહભાગી બની અને દિલાસો આપવા દુર-દુરથી અને આજુબાજુનાં વિસ્તારમાંથી સગા-સબંધી જ્ઞાતિજનો તેમજ રાજકીય અગ્રણીઓ સરકારી અધિકારી અને કર્મચારી ગણ સહિત અનેક લોકો સવારથી બાદલપરા પધારેલ અને સ્વ.રાહુલભાઇની પ્રતિમાને પુષ્પો અર્પણ કરેલ તેમજ તેમનાં પરીવારને દુ:ખ સહન કરવાની ઇશ્ર્વર શકિત અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી.