કુવાડવામાં કોળી મહિલાને પાડોશી દંપતી સહિત 3 શખ્સોએ માર માર્યો


રાજકોટ તા.13
કુવાડવામાં રહેતી કોળી મહિલાને પાડોશમાં રહેતા દંપતી સહિત ત્રણ શખ્સોએ માર મારતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવામાં રહેતા નીતાબેન ગોપાલભાઇ સેટાણીયા (ઉ.વ.38) નામની કોળી મહિલા ગત સાંજે ઘર પાસે હતી ત્યારે જગા રાયસીંગ બાદુકીયા, તેની પત્ની ચંદ્રીકા અને હિતેષ રાયસીંગ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતા તેને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાઇ છે.
પ્રાથમિક તપાસમાં નીતાબેન તેના છોકરા બહાર રમતા હોય
તેને અંદર આવી જવાનું કહેતા આરોપીએ ઝઘડો કર્યો હતો તથા તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આરોપી અવારનવાર છેડતી કરી હેરાન કરે છે.