જૂનાગઢમાં શ્રીમંત પ્રસંગમાં આમંત્રણ ન આપતા પરિવારનો છરીથી હુમલો


જુનાગઢ તા.13
જુનાગઢમાં શ્રીમત પ્રસંગમાં આમંત્રણ ન આપતા એક પરીવારે. ીરસ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારયાની અને સામાપક્ષે છરી માર્યાબાદ સમાધાન કરવા જતાં 4 શખ્સોએ હુમલો કર્યાની સામ સામી ફરીયાદ નોંધાવા પામી છે.
શહેરના ગોધાવવા પારીમાં રહેતા માધાભાઇ કાનાભાઇ ઝાલા (ઉ.વ.62) ના ઘરે શ્રીમત પ્રસંગ હોય ત્યારે ભગવાનજીભાઇ વશરામ તેમના પત્ની તથા બે દિકરાચઓએ અમોને આમંત્રણ કેમ ન આપ્યું તેમ કહી હુમલો કરી છરી વડે છરકા કરી ઢીકાપાટુનો માર માર્યો હોવાની 4 સામે ફરીયાદ નોંધાવી હતી. સામાપક્ષે ભગવાનભાઇ વશરામભાઇ વાઘેલા (ઉ.વ. 45) એ અભીભાઇ રમેશભાઇ ઝાલા સહિત 4 શખ્સોએ સામેસામી ફરીયાદ નોંધાવી કે, તેના દિકરાએ છરી મારી દેતા સમાધાન કરાવનું કહી અભીભાઇ રમેશભાઇએ છરી વડે હાથમાં ઇજા કરી ચંદુભાઇ, રાજુભાઇ અને ચીરાગભાઇને ઢીકાપાટુનો મારમાર્યો હતો.
ગોડાઉનમાં ચોરી
વિસાવદરના જેતલવડ ગામે વાડીમાં આવેલા ગોડાઉનના તાડાં તોડી 30 મણ ચણા મળી કુલ રૂા.28 હાજરની કોઇ ઇશમો ચોરી કરી લઇ જતાં વીસાવદર પંથકના ખેડુતોમાં ચોરોની દહેશત વધી છે. જેતલવડ ગામના ખેડુત ગીરધરભાઇ રણછોડભાઇ ભાલાળાના સીમમાં આવેલ ખેતરના ઝાડા તથા ગોડાઉનના તાડા તોડી કોઇ તસ્કર રૂા.24 હાજરના 30 મણ ચણા તથા મીની ટે્રક્ટરની રૂા.4 હાજરની કિમતની બેટરી મળી કુલ રૂા.28 હાજરનાં મતાની ચોરી કરી લઇ ગયો હતો.