કેશોદમાં રેલવે ફાટકના પ્રશ્ર્ને શહેરીજનો પરેશાન

કેશોદ: કેશોદ રેલ્વે સ્ટેશન પરથી 18 થી વધારે ટ્રેન પસાર થતી હોવાથી રેલ્વે ફાટક પર કાયમી સમસ્યા સર્જાય છે. આ અંગે લોકોએ અનેક વખત આવેદનપત્ર તેમજ આંદોલનો દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે રજુઆત કરવામાં આવેલ છે. છતાં આજદિન સુધી કોઇ ઉકેલ આવેલ નથી. જેથી આ અંગે લોકોની એવી માંગણી છે કે, અંડર પાસ બનાવવામાં આવે તો આ સમસ્યાનો કાયમી નિકાલ થઇ શકે. (તસવીર: પ્રકાશ દવે- કેશોદ)