જુનાગઢમાં અક્ષર પુરૂષોત્તમ દર્શન મહોત્સવને વિરામ


જૂનાગઢ તા,13
જૂનાગઢમાં અક્ષરવાડી ખાતે અક્ષર પુરૂષોત્તમ દર્શન મહોત્સવનું ધુમધામ પુર્વક સમાધાન થયું હતું. ભદ્રેશ સ્વામી દ્વારા સત્સંગ છાવણીમાં હજારો હરિભકતોને અક્ષરપુરૂષોત્તમ દર્શન જ્ઞાન અપાયું હતું.
શહેરના ટીંબાવાડી રોડ પર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના ઉપક્રમે બે દિવસિય અક્ષર પુરૂષોતમ દર્શન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે બીએપીએસ સંસ્થાના વિદ્વાન વેદાંત માંર્તડ અને 21મી સદીના અભિનવ ભાસ્યકાર ભદ્રેશદાસ સ્વામીએ વિશાળ સત્સંગ સભાને સંબોધન કર્યું હતું.
એ અગાઉ ભદ્રેશ સ્વામી રચિત અક્ષર પુરૂષોત્તમ ગંથની શહેરમાં દોઢ કીમી લાંબી અને 105 વાહનો તથા સેંકડો સંતાનો મેળાવડા અને ફલોટ સાથેની વિશાળ શોભાયાત્ર રાજમાર્ગો ઉપર નીકળી હતી ત્યારે હરીભકતોએ ઠેર ઠેર સામૈયા, સ્વાગત કર્યા હતા અને છાવણી દર્શના ગ્રંથ પૂજન અને અક્ષર પુરૂષત્તમ ગ્રંથ તુલાનો કાર્યક્રમો યોજાયા હતા.
જેનો હજારો હરી ભકતોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કોઠારી સ્વામી ધર્મવિનય સ્વામીજી, યોગી સ્વરૂપ સ્વામી સહિત બીએસપીએસના સંતગણ, હરીભકતોએ ભારે જહેમત ઉઠાવી હતી. (તસવીર: મિલન જોશી)