ત્રિપલ તલાકનો ગુજરાતમાં વિરોધ!


વલસાડ તા.13
મુસ્લિમ સમુદાયમાં શરીયતને ધ્યાને લઈને 1400 વર્ષ પહેલા ઇસ્લામમાં શરીયત માટેના અલગ કાયદા બનાવાયા હતા. જે કાયદાઓમાં ત્રિપલ તલાકનો કાયદો હાલ ફરીથી વિવાદમાં આવ્યો છે. લોકસભામાં ત્રિપલ તલાકનો મુદ્દાનું બિલ પસાર થાય તે માટે કેટલાક મુસ્લિમ સમુદાય સમર્થન આપી રહ્યા છે. જયારે મોટા ભાગના મુસ્લિમ સમુદાય ત્રિપલ તલાકનો સખત શબ્દમાં વિરોધ કરી રહ્યા છે. જેમાં વલસાડ શહેરની મુસ્લિમ શહેરની 1500થી 2000 જેટલી મુસ્લિમ મહિલાઓએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો અને વલસાડ જિલ્લા નાયબ કલેક્ટરને આવેદન આપી સંબંધિત ખાતાઓને તેમનો અવાજ પહોંચાડવા રજૂઆત કરી હતી. રેલીમાં અતુલ જમિયતે ઉલમાનું પણ યોગદાન રહ્યું હતું. વલસાડની આજુ બાજુ તેમજ વલસાડ અને અતુલ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી
હતી. વલસાડના શહેરમાં રસ્તા પર તીન તલાક બિલના વિરોધમાં ઉતરી હતી સાથે સાથે તેઓએ સરકારના આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું.