આઈસ્ક્રીમની અનેકવિધ વેરાયટી વચ્ચે આગવું સ્થાન ધરાવતા ભવાની ગોલા

ટીવી કલાકારોથી લઈને રાજકારણીઓ અને ક્રિકેટરો પણ ભવાની ગોલા પસંદ કરે છે ક્વોલિટી..સ્વાદ..સ્વચ્છતા: લોકપ્રિયતાનું કારણ
ક્વોલિટી અને સ્વાદના કારણે લોકોમાં આ ગોલા લોકપ્રિય બન્યા છે. એસેન્સ તેમજ કોઈપણ જાતના આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝ લિક્વિડ, સુગરથી ચાસણી બનાવીને શરબત બનાવી ગોલામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત ડિસ્પોઝેબલ બાઉલ,મિનરલ વોટર,ગોલા બનાવનારના હાથમાં ગ્લોવ્સ, એપ્રન, માથા પર કેપ આમ હાઇજિનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આંખો પર પટ્ટી બાંધી એક મિનિટમાં 8 ગોલા બનાવવાનો વિક્રમ પ્રતીક માનસતાને નામે છે અમદાવાદ, બરોડા સુરત સુધી તેમજ  બોમ્બે ફ્લાઈટમાં પણ લોકો ગોલા લઇ જાય છે. ખાસ રીતે બનાવેલ ગોલા 4 થી 5 કલાક ઓગળતા નથી ક્વોલિટીને કારણે લોકો શિયાળામાં ગોલા ખાય તો પણ કાઈ થતું નથી. નાના બાળકથી લઈ ને વયોવૃદ્ધ લોકો પણ તેમના કસ્ટમર છે   મીના બહેનના ઘરે અમેરિકાથી દિયર ભોજાઈ અને બાળકો આવે એટલે પહેલી ફરમાઈશ ભવાનીના ગોલા ખાવાની હોય છે. મોસમ ચાહે કોઈ પણ હોય રાજકોટમાં આવે એટલે અચૂકપણે ગોલા ખાવાના જ. કોઈપણ ઋતુમાં રાજકોટના લોકો આઇસક્રીમ અને ગોલા ખાવાનું બંધ કરતા નથી અને એમાંય જો ગરમી હોય તો પછી પુછવું જ શું! ગરમીમાં ઠંડા ઠંડા બરફનું ઝીણું ઝીણું ખમણ અને એના પર રંગબેરંગી ખાટા મીઠા શરબત અને તેમાં સળી ભરાવીને ચૂસવાની મજા કૈક ઓર હોય છે. આવા ગોલા ગરમીમાં મસ્ત ઠંડકનો અહેસાસ કરાવે છે. આમ તો બારેમાસ આ ગોલા મળે છે પરંતુ ઉનાળામાં તેની ડિમાન્ડ બહુ હોય છે. રાજકોટમાં પણ ગોલાની ઘણી બધી દુકાનો છે. જેમાં ‘ભવાની ગોલા’ ખૂબ પ્રખ્યાત છે.
છેલ્લા 30 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલ રાજકોટના કિરીટભાઈ માનસતાએ સૌપ્રથમ જંકશન પ્લોટમાં અને ત્યારબાદ જાગનાથમાં નાની દુકાનથી શરૂઆત કરી હતી. આજે કાલાવડ રોડ પર મોટી દુકાન કરેલ છે. ભવાની ગોલાનું નામ રાજકોટ, સૌરાષ્ટ્રમાં લોકપ્રિય છે. અત્યારે કિરીટ ભાઈના બને પુત્રો પ્રતીક અને રાજેન પણ તેમને બિઝનેસમાં સાથ આપવા લાગ્યા છે. ગોલા એટલે આપણને રેંકડી યાદ આવે અને નાનપણમાં ઘંટડી વગાડતા ગોલાની રેંકડી આપણે સહુએ જોઈ જ છે બસ આ ઇમેજમાંથી ગોલાને બહાર લાવી હાઇજેનિક રીતે બનાવી આગવું નામ બનાવ્યું છે. અને ફક્ત રાજકોટ જ નહીં પરંતુ તેમના ગોલા અમદાવાદ, સુરત, બરોડા અનેક જગ્યાએ જાય છે. એટલું જ નહીં તેમના ગોલા ફ્લાઈટમાં બોમ્બે પણ લઈ જવામાં આવે છે. કોઈ ખાસ જાતના પેકીંગ નહીં પરંતુ ખાસ પ્રકારે ગોલા બનાવીને મોકલવામાં આવે છે. કિરીટભાઈ માનસતાનું કહેવું છે કે રાજકોટ આવતી દરેક સેલિબ્રિટીએ તેમના ગોલા ચાખ્યા છે. ટી.વી. કલાકારોથી લઈને રાજકારણી તેમજ ક્રિકેટરો ટીકુ તલસાનિયા, જાદુગર કે લાલ, સ્મૃતિ ઈરાની, તેમજ મેચ સમયે ક્રિકેટર્સ માટે હોટેલમાં ગોલા મોકલે છે. તેમજ અનેક એનઆરઆઈ કસ્ટમર્સ છે જેને ભવાની ગોલાનો સ્વાદ પસંદ છે.
તેમની લોકપ્રિયતાનું કારણ જણાવતા તેઓ કહે છે કે ક્વોલિટીમાં તેઓ કોઈ બાંધછોડ કરતા નથી. મિનરલ વોટરથી બનતા ગોલાનું શરબત પણ તેઓ જાતેજ બનાવે છે અને આજ સ્વાદ તેઓ છેલ્લા 25 વર્ષથી મેઇન્ટેન કરી રહ્યા છે. 80 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીના ગોલા જેમાં લગભગ 50 પ્રકારની ફ્લેવર તેમજ શુગર ફ્રી ગોલા પણ અહીં મળે છે. પોતાની દુકાનથી 2 કી. મી.ના એરિયામાં ફ્રી હોમ ડિલિવરી આપે છે. તેેેમના પુત્ર પ્રતિક માનસતાનો આંંખ પર પટ્ટી બાંધીને એક મીનીટમાં 8 ગોલા બનાવવાનો રેકોર્ડ છે તેમજ ખુલ્લી આંંંખે 12 ગોલા બનાવવાંનો લીંમક બુુુક ઓફ રેકોર્ડસ છે. આજે રોજના 300 થી 400 ગોલા બનાવનાર આ ભવાની ગોલામાંં લગભગ 50 જાતની વેરાયટી જોવા મળે છે. આમ છતાં 40%લોકો કેડબરી પસંદ કરે છે અને 60 ટકા લોકો અન્ય ફ્લેવર પસંદ કરે છે તેમના ખાસ ફ્લેવર
ચોકો સન્ડે, ચોકો બોલ્સ, કુલ બ્રાઉની, વગેરે છે. સકસેસ મિરર
ભાવના દોશી