વોટ્સએપે વધાર્યો મેસેજ ડીલીટ કરવાનો સમય, પહેલા હતો 7 મિનિટ

નવી દિલ્હી, તા.14
મેસેજિંગ એપ વોટ્સએપએ થોડાક મહિના પહેલા ડીલીટ ફોર એવરીવન ફીચર લોન્ચ કર્યુ હતું. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર ભૂલથી મોકલવામાં આવેલા મેસેજને ડીલીટ કરી શકે છે. શરુઆતમાં યુઝરને આ મેસેજ ડીલીટ કરવા માટે માત્ર સાત મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.
તાજેતરમાં કંપનીએ આ લિમિટ વધારીને 4096 સેક્ધડ (એક કલાક, 8 મિનિટ અને 16 સેક્ધડ) કરી દેવામાં આવી છે. આ નવા ટાઈમ અપડેટને સૌથી પહેલા એન્ડ્રોઈડ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું. હવે કંપનીએ શઘજ યુઝર માટે પણ નવો ટાઈમ અપડેટ આપ્યો છે. વોટ્સએપ અપડેટ્સને ટ્રેક કરનારા ઠયઇયફિંઈંક્ષરજ્ઞના ટ્વિટર અકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, એપ સ્ટોર પર વોટ્સએપનું નવું અપડેટ ઉપલબ્ધ છે. આ અપડેટ બગ ફિક્સ માટે છે, પરંતુ ઉયહયયિં રજ્ઞિ યદયિુજ્ઞક્ષય ફીચર માટે ટાઈમ લિમિટને 1 કલાક, 8 મિનિટ અને 16 સેક્ધડ સુધી વધારવામાં આવ્યો છે. આ ફીચર ગ્રુપ અને પર્સનલ ચેટ બન્નેમાં કામ કરે છે. કોઈ મેસેજને ડિલિટ કરવા માટે યુઝરે તે મેસેજ સિલેક્ટ કરવાનો રહેશે, જેને ડિલિટ કરવાનો છે. હવે ચેટ વિન્ડોમાં ટોપ બારમાં સ્ટાર, રિપ્લાય, કોપી, ફોરવર્ડ, ઈન્ફર્મેશન અને ડિલીટ જેવા ઓપ્શન મળશે. તમે ડિલીટ ફોર એવરીવન અથવા ડિલીટ ફોર યોરસેલ્ફ વિકલ્પમાંથી કોઈ વિકલ્પ સિલેક્ટ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સામે આવ્યુ હતું કે અમુક યુઝર ’ઉયહયયિં રજ્ઞિ યદયિુજ્ઞક્ષય’ ફીચરની વધેલી ટાઈમલાઈનનો દુરુપયોગ કરે છે. કંપનીએ જોયું કે અમુક યુઝર એપના મોડિફાઈડ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે અને 3 વર્ષ જૂના મેસેજ ડિલિટ કરી રહ્યા છે. આ રોકવા માટે વોટ્સએપે ઇહજ્ઞભસ છયદજ્ઞસય છયિીયતિં ફીચર પણ લોન્ચ કર્યું.