આધારકાર્ડ નહીં ફોનમાં સાથે રાખો આ એપ, એક ક્લિક અને થઈ જશે તમામ કામ

નવી દિલ્હી, તા.14
ભારત સરકાર તરફથી દરેક સેવાઓ માટે આધારને ફરજીયાત કર્યા બાદ આધારને લઈને જુદા જુદા પ્રકારની અનેક અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે પોતાના ડેટાબેઝને વધુ સુરક્ષિત કરવા સાથે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઞઈંઉઅઈં)એ યુઝર્સને મદદરુપ થવા માટે ળઅફમવફફિ એપ લોંચ કરી છે.
આ સરકારી એપ દ્વારા તમે તમારા સ્માર્ટફોનથી જ આધાર સાથે જોડાયેલ તમામ માહિતીઓની જાણકારી રાખી શકશો. ળઅફમવફફિ એપ એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ અને તેનાથી ઉપરના તમામ વર્ઝન પર કામ કરે છે. જો આ ઓપરેટિંગ સીસ્ટમ પર તમારો મોબાઇલ વર્ક કરતો હશે તો જ આ એપ કામ કરશે.
એપ યુઝર ફ્રેન્ડલી હોવા ઉપરાંત લોકપ્રીય છે તેને એમ જાણી શકાય છે કે ગુગલ પ્લે સ્ટોર પર 10 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે અને એપને 3.1 રેટિંગ મળ્યું છે. એપની સાઇઝ 11ળબ જ છે.
હાલ આ એપ ફક્ત એન્ડ્રોઇડ પર જ ઉપલબ્ધ છે ખૂબ જ ટૂંકમાં તેને શઘજ પર પણ લોંચ કરવામાં આવશે. ળઅફમવફફિ એપ જો તમારા મોબાઇલમાં હશે તો આધાર કાર્ડની જગ્યાએ તમારો મોબાઇલ જ ખૂબ મહત્વનો સાબિત થઈ જશે. તેમજ પ્રવાસ કરતી વખતે આધારકાર્ડ ખોવાઈ જવાની બીક નહીં લાગે. તો માહિતી પણ સુરક્ષિત રહેશે.