લાઈફ મિશન કચેરી દ્વારા મંત્રદિક્ષીતોની યાદી પુસ્તિકા

રાજકોટ તા,14
સ્વામ. રાજર્ષિમુનિજી દ્વારા સમયાંતરે જયારે પણ યોગ્યતા ઉભી થઇ તયારે પોતાના આત્મશ્રેય ઈચ્છતા સમાજના દરેક વર્ગના ભાઇ-બહેનોને પોતાના સ્વમુખેથી મંત્રદિક્ષા આપીને મંત્રદિક્ષીત કરેલા છે. આવા તમામ મંત્ર દિક્ષીતોની એક પરીચય યાદી લાઈફ મીશન પ્રાદેશીક કચેરી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે. જીલ્લામાં વસતા તમામ મંત્ર દિક્ષીતોએ પોતાના નામ મોબાઈલ નં. 78740 25751 તથા 93289 33968 ઉપર અથવા લાઈફ મીશન પ્રાદેશીક કચેરી ફલેટ નં.4 એ/બી 4થો માળ, બીલખા પ્લાઝા ફલેટ્સ, મોહનભાઇહોલ સામે, કસ્તુરબા રોડ ઉપર નોંધાવી દેવા જણાવાયું છે.