કોમ્પ્યુટર હાર્ડવેર અને એસેંબલીંગ પર ટેકનિકલ સેશન


રાજકોટ,તા.14
ગાર્ડી વિદ્યાપીઠ સંચાલીત બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટર એન્જીનિયરીંગ અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર હાર્ડવેર ઇન્ફોર્મેશન, એસેમ્બલીંગ અને ઇનસ્ટોલેશન વિષય પર ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેશનને સી.ઇ. ડિપાર્ટમેન્ટના પ્રો. કશ્યપ દવે અને પ્રો. ધાર્મિક વશીયાની દ્વારા લેવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન દ્વારા કોમ્પ્યુટર સિસ્ટમના દરેક કોમ્પોનન્ટસ અંગે સમજ આપી તેમના એસેમબલીંગની અને ઇન્સ્ટોલેશનની સમજ આપી હતી.
આ ટેકનીકલ સેશનના આયોજન બદલ ડિપાર્ટમેન્ટ હેડ ડો. વૈભવ ગાંધી, પ્રો. હેમલ રાજયગુરૂ અને તેમની ટીમને સંસ્ગાના ચેરમેન ડી.વી.મહેતા, વાઇસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, અને એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સિપાલ વિરાંગ ઓઝા અંગે અભિનંદન આપ્યા છે.