એજયુકેશન ફેરની મુલાકાત લેતા જય ઈન્ટરનેશનલ સ્કૂલના છાત્રો


રાજકોટ તા,14
ગુજરાત યુનિવર્સીટી અને નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ સપ્તધારા કલ્ચરલ પ્રોગ્રામ અને ગ્રાન્ડ એજયુકેશન ફેર માં જય ઈન્ટરનેશનલ સ્કૂલના ગ્રેડ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મુલાકાત લઇ વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો અને આ મુલાકાતની ફલશ્રુતી ઘણુ નવું જાણવા અને શીખવા મળ્યું હતુ તેમજ કારકીર્દી ઘડતર અંગે પણ તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ ફેરમાં આયોજકો દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે પ્રકારની વિવિધ પ્રવૃતિઓના આયોજન કરવામાં આવ્યા હતા. જેમા હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ અંગેના સેમીનારમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ તેમણે ક્વીઝ કોમ્પીટીશનમાં સરકારી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સામે ભાગ લીધો હતો. ગુજરાતી ફીલ્મ લવની ભવાઈના પ્રોડયુસર આરતી પટેલ સાથે રસપ્રદ ચર્ચા કરી હતી.આ મુલાકાતમાં એજયુકેટર કૃપા વિરડીયા અને ભુમીકા મશરુ જોડાયા હતા.
આ મુલાકાત માટે વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતા, સંસ્થાના સીઈઓ ડિમ્પલબેન મહેતા, પ્રિન્સીપાલ વિપૂલ ધવના દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.