127 જરૂરિયાત મંદોને કાચી ખીચડી, ખાંડ સહીતની વસ્તુનું વિતરણ


રાજકોટ તા.14
શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જરૂરીયાતમંદ 127 જેટલા લોકોને કાચી ખીચડી, એક કિલો ખાંડ તેમજ ગાઠીયાના પેકિંગનું વિતરણ કરાયુ હતું. આ તકે ડો. પીયુશભાઈ ઉનડકટ અભીશેકભાઈ ગઢિયા, મહેન્દ્રભાઈ રાજવીર, જીતુભાઈ ગોટેચા, જતીનભાઈ કારિઆ, જે.ડી. ઉપાઘ્યાય, રીટાબેન મેતા તથા જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઈ ભીમાણી વગેરે ઉપસ્થીત રહ્યા હતા.
આ તકે દર મહિનાના પહેલા રવિવારે તમામ લાભાર્થીઓને એક કિલો ખાંડની કાયમી સહાયની દતા દિલીપભાઈ સોમૈયા તરફથી જાહેરાત કરાઈ હતી. ધોધુભા બાપુ તથા સ્વ.કિરણબેન પંડ્યા હસ્તે વંશ પંડ્યા તેમજ નિશાબેન પંડ્યા. શેર બ્રોકર રાજુભાઈ ગાંભી તેમજ રીટાબેન મેહતા વિગેરે તરફથી ખીચડી, ખાંડ તથા ગાઠીયાના પેકેટ ની મદદ મળેલ હતી.
કાર્યક્રમના સફળ બનાવવા પ્રમુખદાસ તન્ના, કે.ડી.કારીઆ, જીતુભાઈ દામાણી, મનુભાઈ ટાંક, બી.એલ.મહેતા, પ્રવીણભાઈ ગેરીયા, રીનાબેન સોની, અરજણભાઈ પટેલ, રાજુભાનઈ બુદ્ધદેવ, જગદીશભાઈ પંડિત, રત્નાબેન મહેશ્ર્વરી, પારૂલબેન દાવડા, દિનેશભાઈ રાજદેવ, ધેર્ય રાજદેવ, રમેશભાઈ સરવૈયા સહીતના એ જહેમત ઉઠાવી હતી.