મારવાડી યુનિ.માં મહિલા સપ્તાહની ઉજવણી

રાજકોટ તા,14
મારવાડી યુનિ. અને વિમન સેલ, મારવાડી યુનિ.ના સંયુકત ઉ5ક્રમે નારીના સન્માન, બહુમાન માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું. આ આખું સપ્તાહ મહિલા વિક તરીકે ઉજવવામાં આવ્યો હતો.
જેમાં ચેર સ્પર્ધા, બેડમિન્ટન સ્પર્ધા, રિલે રેસ, ડાન્સ અને ઝુમ્બા, થ્રો બોલ, એકસ્ટેમ્પોર, મહેંદી સ્પર્ધા, સાડી ડ્રેસિંગ સ્પર્ધા, એક્સપર્ટ સેમિનાર અને વુમન ઈન એન્જિનિયરીંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
વિવિધ કાર્યક્રમોમાં 1000થી વધારે વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. મારવાડીના રોજ એક્સપર્ટ તરીકે ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે આવેલી ઈટેક (ઈટેચ આઈએનસી)ના એચઆર મેનેજર ધારા ભરાડિયા, આર.જે.ગ્રીષ્મા, રાષ્ટ્રીય કક્ષાના સ્વિમર અને હાલ સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા સૈમ્યા જોશી તથા મારવાડીના જ વિદ્યાર્થી અને બરોડાની કોલાબેરા કંપનીના મેનેજર નિધિ બલદાણિયા વિદ્યાર્થિનીઓ સાથે ટેકનોલોજી, સ્ત્રીઓ માટે કારકિર્દીની તકો અને વિવિધ કુશળતા કેળવણી વિષે ચર્ચા કરી હતી. વિમન વુમન સેલના ઈન્ચાર્જ પ્રો.ફોરમ રાજદેવ દ્વારા મહિલાઓને મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.