મોદી સ્કૂલમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત


રાજકોટ,તા.14
ગુજરાત રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની પરિક્ષાનો પ્રારંભ થયો હતો. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓ પરીક્ષાના ડર થી દૂર રહે અને તેઓએ કરેલ વર્ષભરની મહેનતને સાર્થક કરે તેમજ મુક્ત મને પરીક્ષા આપી શકે, તે હેતુથી સ્કૂલમાં પરીક્ષા આપવા આવનારા દરેક પરીક્ષાર્થીનું કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને ઉત્સાહભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.