સુરસંસારના કાર્યક્રમમાં શ્રીદેવીને સુરોથી મઢેલી શ્રધ્ધાંજલી અપાઇ


રાજકોટ તા.14
સુરસંસારનો 138 મો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુંબઇના ગાયક કલાકારો - અલી ક્રિયા શેટી તથા સાગર સાવરકર આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સુરસંસાર કોરસવૃંદના ગાયકો દર્શિત કાનાબાર, ધવલ ઘેલાણી, જય પાનસુરીયા, નિષાદ વસાવડા, ખ્યાતિ પંડયા, રીન્ટુ ઘેલાણી, ધાત્રી વ્યાસે સુરીલો સંગાથ આપ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે અલીક્રિયા અને સાગરનાં અવાજમાં ધરતી કો આકાશ પુકારે રજૂ કરીને શ્રોતાઓને પ્રભાવિત કર્યા. વિવિધ પાર્શ્ર્વગાયિકોનાં ગીતો જેવા કે દિલ ઢુંઢતા હૈ ફીર વોહી, અંધે જહા ને અંધે રાસ્તે, ખો ગયા હૈ મેરા પ્યાર, લાલ લાલ ગાલ અને દિલ કે ટુકડે ટુકડે કરકે સાગરે રજુ કર્યા. જ્યારે અલીક્રિયાએ અફસાના લિખ રહી હું સહિતના ગીતો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું તે નિમિત્તે મોરની બાગામાં બોલે ગીત દ્વારા સ્વરાંજલી આપવામાં આવી હતી.
કાર્યક્રનાં મધ્યે સંસ્થાના ભગવતીભાઇ મોદીએ નવા વર્ષ માટે સભ્ય ફી રીન્યુઅલ ફી તા.1-4-ર018 થી તા.ર0-4-ર018 દરમ્યાન તેમના નિવાસસ્થાન 1 બી જૈન ટેરેસીસ, 1 ન્યુ કોલેજવાડી, પંજાબ હોન્ડા શો રૂમ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ-પ ખાતે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત આ વર્ષનાં વધેલા ફંડમાંથી એક બોનસ કાર્યક્રમ ગીતો અને ભોજન સાથે તા.18 માર્ચના રોજ યોજાશે તેની માહિતી પણ આપી હતી.
આ કાર્યક્રમમાં સફળ મંથન માટેના યશભાગી મનીષભાઇ શાહ, નુતનભાઇ ભટ્ટ, પિયુષભાઇ મહેતા તથા મુકેશભાઇ છાયાએ જહેમત ઉઠાવી હતી.