શનિવારે ઝામર અંગે માહિતી અને માર્ગદર્શન સેમિનાર


રાજકોટ,તા.14
રામકૃષ્ણ આશ્રમ સંચાલિત વિવેકાનંદ આઇ કેર સેન્ટર રાજકોટના ઉપક્રમે વિશ્ર્વ ઝામર સપ્તાહ અંતર્ગત ઝામરના દર્દીઓ અને તેમની સાર સંભાળ રાખનાર ઘરના સભ્યો માટે માહિતી અને માર્ગદર્શન સેમિનારનું આયોજન તા.17ને શનિવારે સાંજે 5:30 થી7 કલાક દરમિયાન વિવેક હોલ, શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, જસાણી કોલેજની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ ખાતે કરાયુ છે. વધુ માહિતી માટે 9879870895 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.