જેસીઆઇ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજકોટની મુલાકાતે


રાજકોટ,તા.14
જે.સી.આઇ. રાજકોટ સિલ્વર એ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા ના સ્થાનિક એકમ તરીકે 1984થી કાર્યરત વ્યક્તિત્વ વિકાસ અને ઉદ્યોગસાહસીકતાના ગુણ કેળવવાની તક પ્રદાન કરતી સંસ્થા છે. જેસીઆઈ ઇન્ડિયા ના રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ જેસીઆઈ સેનેટર સચીન કુર્તિકર ગોવાથી જેસીઆઈ રાજકોટ સિલ્વરની મુલાકાતે આવેલ હતા. આ પ્રસંગે ઝોન 7 ના પ્રમુખ જેસીઆઈ સેનેટર હિતુલ કરીયા, ઉપ પ્રમુખ જેએફએમ ડો. પરાગી ગાંધી (ગાંધીનગર) ઉપસ્થિત રહેલ હતા. સમગ્રભારત માં અર્થપૂર્ણ પ્રોજેક્ટસ દ્વારા સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે મજબુત અસર ઉભી કરવી તેવા હેતુ લક્ષી ઉદેશ અને આવતા દિવસો માં ગોવા ખાતે જેસીઆઈ ઇન્ડિયા દ્વારા યોજનારી ઇન્ટરનેશનલ ઇવેન્ટ ધ્યાનમાં રાખીને આ મુલાકાત નું આયોજન કરેલ હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રમુખ રાકેશ વલેરા (98795 78786), સેક્રેટરી પ્રશાંત સોલંકી નુરુદ્દીન સાદીકોટ, પ્રીતિ દુદકીયા તેમજ હોઝેફા લોટીયા વગેરે એ જહેમત ઉઠાવેલી હતી. સંસ્થાના નેશનલ ટ્રેનર જેસી ભારત દુદકીયા, હિરેન આચાર્ય, મનીષ માલાની, જેસી મોઈઝ કપાસી, અતુલ અહ્યા, મધુર નર્સીયન યુસુફ શામ, વિરલ ઝાટકીયા, રવિ પોપટ, પ્રતીક દુદકીયા, મેઘા ચાવડા, વૈશાલી માનસેતા, રાજકુમાર પાટાડીયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.