ગુજરાત જાથા એસ્ટ્રોનોમી કલબની કરાઈ સ્થાપના


રાજકોટ તા,14
2ાજયમાં દાયકાઓથી વિજ્ઞાન પ્રચા2-પ્રસા2 સાથે અંધશ્રદ્ઘા નિર્મૂલનની કામગી2ી ક2તી ભા2ત જન વિજ્ઞાન જાથાએ ભા2તભ2માં ગ્રામ્ય વિસ્તા2ો સહિત લોકોમાં ખગોળવિજ્ઞાનની વિશેષ્ા જાણકા2ી મળે તે માટે ગુજ2ાત જાથા એસ્ટ્રોનોમી કલબની વિધિવત સ્થાપના ક2વામાં આવી છે જેમાં અવકાશી ઘટનાઓની 2જે2જની માહિતી લોકોને મળે તે માટે ખગોળતજજ્ઞની સમિતિ બનાવવામાં આવી છે. 1પ મી એપ્રિલથી કલબમાં સદસ્ય નોંધણીની જાહે2ાત ક2વામાં આવશે.
જાથાના 2ાજય ચે2મેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે 2ાજયમાં સૌ2ાષ્ટ્ર-કચ્છ, અમદાવાદ સેન્ટ્રલ, મધ્ય, ઉત્ત2, દક્ષ્ાિણ ગુજ2ાતના ઝોન પાડી કામગી2ીનો પ્રા2ંભ ક2વામાં આવશે. ગ્રામ્ય વિસ્તા2ોની પ્રથમ પસંદગી ક2વામાં આવશે. આકાશદર્શન, ગ્રહો, નક્ષ્ાત્રો, 2ાશિ, યુતિઓ, અવનવી બનતી ઘટનાઓ સાથે વિશ્ર્વમાં ખગોળ વિષ્ાયક નવી શોધ, કામગી2ીની જાણકા2ી આપવામાં આવશે. નાસા સાથે જોડાણની પ્રક્રિયા આ2ંભ ક2વામાં આવશે.
વધુમાં જણાવ્યું કે સદીઓથી અવકાશી ઘટનાઓ સાથે વણાયેલી અંધશ્રદ્ઘા દૂ2 ક2વા પ્રયત્નો હાથ ધ2વામાં આવશે. લોકોને સાહિત્ય આપી વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. 2ાજયમાં હ2તું-ફ2તું આકાશદર્શન તેમાં છાત્ર-છાત્રાઓ અને જિજ્ઞાષ્ાુઓને બોલાવી અવકાશી માહિતી આપવામાં આવશે તે માટે અમ2ેલીના ખગોળતજજ્ઞ દિલીપભાઈ દેવમુ2ા2ીની પસંદગી ક2વામાં આવી છે.
જાથા એસ્ટ્રોનોમી કલબનું ઉઘાટન ખગોળ તજજ્ઞ દિલીપભાઈ દેવમુ2ા2ીએ ક2ી જાથાની કામગી2ીથી વર્ષ્ાોથી પ્રભાવિત છું. જાથાના હેતુઓ, ઉેશો અને વિજ્ઞાનલક્ષ્ાી પ્રવૃત્તિઓ સાથે સંમતિ આપી ખગોળવિષ્ાયક માહિતી પ્રચા2-પ્રસા2 માટે કાયમી જોડાવ છું તેનો મને આનંદ છે. જાથાની વિચા2ધા2ા સાથે સંમત થઈને ગ્રામ્ય કક્ષ્ાાએ લોકોને અવકાશી ઘટનાઓની માહિતી આપીશ તેની ખાત્રી આપું છું. આકાશદર્શન મા2ો 2સનો વિષ્ાય છે તેથી પ્રવૃત્તિ જો2શો2થી પ્રા2ંભ ક2ીશ.
જાથાના પંડયાએ જણાવ્યું કે 2ાજકોટ ખાતે મે મહિનામાં 2ાજય કક્ષ્ાાનું અધિવેશન યોજાવાનું છે તેમાં જાથા અને કલબના નોંધાયેલા સદસ્યોને બોલાવવામાં આવશે. તમામ સદસ્યોને આઈ કાર્ડ આપવામાં આવશે વધુ માહિતી માટે વિજ્ઞાનના પ્રવાસમાં વ્યસ્ત હોય કોઈ જીજ્ઞાષ્ાુએ રૂબરૂ આવવું નહિ. વિજ્ઞાન જાથા, 1, જીવનનગ2, બ્રહ્મસમાજ પાસે, 2ૈયા 2ોડ, 2ાજકોટ-7, મો. 982પ2 16689 ઉપ2 સંપર્ક ક2વા યાદીમાં જણાવાયું છે.