રાજકારણમાં જોડાવા માંગતા લોકો માટેની સંસ્થા તે ‘રાજનીતિ કી પાઠશાલા’

રાજકોટ તા,14
આજના સમયમાં રાજકારણનો ‘ર’ પણ નહી જણાતા ઘણા લોકો પ્રજાના સેવક હોવાના દાવા કરતા હોય છે અને પ્રજાની આંખે પાટા બાંધતા હોય છે આવા લોકોને કારણે પ્રજાનું કાંઇ ભલુ થતું હોતું નથી તેથી સારા રાજકારણીઓની જરૂરત ઉભી થાય છે. દેશના જુદા જુદા રાજયના કેટલાક જાગૃત અને અભ્યાસુ નાગરીકોએ સારા રાજકારણીઓ તૈયાર કરવા માટે એક પહેલ કરી છે. રાજનીતિ કી પાઠશાળા એટલે કે રાજકારણની સ્કૂલ શરૂ કરવાનો અનોખો નિર્ણય લીધો છે. આ સંસ્થાનું નામ રાજનીતિન કી પાઠશાળા એજયુકેશનલ ટ્રસ્ટ, ન્યુ દિલ્હીના નામથી રજીસ્ટ્રેશન થયેલ છે અને આ સંસ્થાના આજીવન ટ્રસ્ટી તરીકે અજય પાંડેજી છે.
આ સંસ્થામાં જુદા જુદા રાજયોમાંથી ઘણા જાગૃત લોકો જોડાઈ રહ્યા છે. ગુજરાતમાંથી આ સંસ્થા માટે કારડીયા જ્ઞાતિના પ્રમુખ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મહેશ રાજપુત કાર્યરત થયેલ છે અને આ સંસ્થામાં તેઓ ટ્રસ્ટી તરીકે નિમણુંક પામેલ છે. મહેશ રાજપુતે જણાવ્યું કે આ સંસ્થા કોઇપણ પ્રકારના પક્ષાપક્ષીના ભેદભાવ વગર કામ કરશે અને દેશની યુવાન તથા સારા રાજકારણીઓની જરૂરત પુરીકરશે. આ સંસ્થાનો મુખ્ય ઉદેશ લોકોને અત્યારના રાજકારણીની સ્થિતિથી વાકેફ કરવાનો છે. સાથોસાથ ભુતકાળમાં દેશના મહાન નેતાઓએ બંધારણ રચીને મહાન દેશની કલ્પના કરેલ હતી પરંતુ આજે દેશની સ્થિતિ વિપરીત થઇ ગઇ છે. તે બાબત ઉપર પ્રકાશ પાડવામાં આવશે લોકોને રાજકારણના સિધ્ધાંતો શું છે તેની સમજ પણ આપવામાં આવશે.સંસ્થાનોહેતુ દરેક રાજકીય પ્રવૃતિ, પ્રમાણીકતા અને દેશદાજને ધ્યાનમાં રાખીને થાય તે માટે જાગૃતિ લાવવાનો પણ છે. લોકોના મનમાં રાજકારણીઓ વિશે જે નકારાત્મક છાપ ઉભી થઇ ગઇ છે તે દૂર કરવાનો પ્રયાસ કરાશે, તેઓને લોકશાહીસભર રાજકીય વ્યવસ્થા તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. યુવાનોને રાજકીય પ્રવૃતિમાં રસ લેતા કરાશે જેથીબંધારણના સિધ્ધાંતો ઉપર આધારીત ભવિષ્યના નેતાઓ તૈયાર કરી શકાય.
આ સંસ્થનો મંત્ર ‘શીખો, નિરીક્ષણ કરો અને નેતૃત્વ પુરુ પાડો’ એવો રહેશે. મહેશ રાજપુતના જણાવ્યા અનુસાર મને માનીએ છીએ કે દેશમાં બદલાવ લાવવા માટે યુવાનોને શિક્ષિત કરવા સૌથી વધુ જરૂરી છે. આવુ શિક્ષણ પ્રમાણિકતાપણે કરાતી રાજકીય પ્રવૃતિ આધારીત હોવું જોઇએ. જો યુવા પેઢી એકવખત રાજકારણના મુળભુત સિધ્ધાંતોથી વાકેફ થઇ જશે તો તેમનામાં એક પ્રકારનો વિશ્ર્વાસ પેદા થશે.
રાજનીતિ કી પાઠશાલા પોતાના ધ્યેય પાર પાડવા માટે અને લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. સંસ્થા માત્ર ચાણક્યના વિચારો જ નહી પણ અબ્દુલ કલામના વિચારોનો પણ પ્રચાર કરશે.
સંસ્થા દ્વારા દેશભરમાં વર્કશોપ રાખવામાં આવશે અને તેના દ્વારા યુવાનોને શિક્ષિત કરી તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા પ્રયાસ કરાશે. આવા વર્કશોપને સારા રાજકારણીઓ સંબોધશે. અમને આશા છે કે, યુવાનોનું મન બદલાશે તો જ દેશના રાજકારણનો ચહેરો બદલાશે.
આ સંસ્થાની પ્રથમ બેઠક ટ્રસ્ટ મંડળની તા.18/3/2018 રવિવારના રોજ સાંજના દિલ્હી ખાતે મળશે જેમાં આ સંસ્થાના પ્રમુખ, ચેરમેન, વાઈસ-ચેરમેન, જનરલ સેક્રેટરી, સેક્રેટરી અને સલાહકાર સમિતિની નિમણુંક કરવામાં આવશે. જેમાં ભાગ લેવા મહેશ રાજપુત દિલ્હી જશે. આ સંસ્થાની અંદર જુદા જુદા રાજયોમાંથી આગેવાનોની ટ્રસ્ટી તરીકે નિમણુંક થયેલ છે.