વિપક્ષની સફળ રજૂઆત: સામા કાંઠે ફોગીંગની કામગીરી શરૂરાજકોટ,તા.14
વિપક્ષની રજુઆતને પગલે સામા કાંઠે ફોગીંગની કામગીરી શરૂ કરાઇ છે. આ અંગે વિપક્ષ વશરામ સાગઠીયાએ કહ્યું કે, મ્યુ કમિશ્ર્નરને પત્ર પાઠવીને કોર્પોરેશનનો ઘેરાવ કરવા માટેની ચીમકી આપતા જ બપોર પછી સામાકાંઠાના વિસ્તાર ખાલી કરીને વોર્ડ 6 અને 15માં ફોંગીંગ મશીન ચાલુ થઇ ગયા છે. જેના રીપોર્ટ અધિકારીએ અમને તેવો કમિશ્ર્નર અને ડે. કમિશ્ર્નરના આદેશથી ચાલુ થઇ ગયું તે બદલ બન્ને કમિશ્ર્નરોનો આભાર વ્યક્ત કરૂં છુ. અને જલ્દીથી આજી નદીમાંથી વેલ કાઢવા માટેની કામગીરી થશે તેની તાકીદ વશરામ સાગઠીયાએ કરી હતી.