વોર્ડ નં.ર ના સદ્દગુરૂ કોમ્પ્લેક્ષની દુકાનની સફળ હરરાજી

સેન્ટ્રલ અને ઇસ્ટ ઝોનમાં હરરાજી અને સીલીંગ કામગીરી હાથ ધરતા રપ.40 લાખની રીકવરી થઇ
રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગના આજરોજ વેરા રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેમાં સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.ર, 7, 13, 17 ના ગોંડલ રોડ આંબેડકરનગર, યોગેશ્ર્વર સોસાયટી, વિદ્યાનગર મેઇન રોડ, સોની બજાર, જાગનાથ પ્લોટ સહિતના વિસ્તારમાં સીલીંગ કામગીરી હાથ ધરતા આસામીઓએ સ્થળ પર વેરો ભરપાઇ કર્યો હતો તેમજ વોર્ડ નં.ર માં આવેલ સદ્દગુરૂ કોમ્પ્લેક્ષની દુકાન નં.4 ની આજરોજ હરરાજી રાખવામાં આવેલ જેની અપસેટ પ્રાઇઝ 9.ર0 લાખ હતી. હરરાજીમાં પાંચ આસામીઓએ ભાગ લીધો હતો જે પૈકી વિનોદભાઇ એચ.પોપટ નામના આસામીએ 9.81 લાખની સૌથી ઉંચી બોલી લગાવી મિલ્કત ખરીદી લીધી હતી. આમ સેન્ટ્રલ ઝોનમાં આજે મિલ્કતના વેચાણ અને વેરા પેટે મનપાને 1ર.67 લાખની આવક થઇ હતી.
ઇસ્ટ ઝોનના વોર્ડ નં.4, પ, 6 માં વેરા વસુલાતની કામગીરી હાથ ધરી કુલ 10 મિલ્કતની સીલીંગની કામગીરી કરતા આસામીઓએ સ્થળ પર વેરો ભરપાઇ કર્યો હતો. જેના થકી મનપાને 1ર.73 લાખની આવક થઇ હતી. આમ આજે વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં વેરા વિભાગ દ્વારા સીલીંગ કામગીરી હાથ ધરી એકપણ મિલ્કત સીલ કરી ન હતી તેમજ એક દુકાનની હરરાજી કરી વેચાણ કર્યુ હતું. જેના થકી કુલ રૂા.રપ.40 લાખની આવક થઇ હતી.