રાજકોટ શહેરે ઉપયોગ કરેલ મેથોડોલોજીની વિવિધ દેશના એક્ષપર્ટરો દ્વારા સરાહના

મેયરે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના સિધ્ધાંતના આધારે તથા સ્માર્ટસિટી મિશન અંતર્ગત થયેલી કામગીરી તથા સિધ્ધીઓની ચર્ચા કરી હતી

રાજકોટ તા,14
તા.4/3ના રોજ ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી તથા કલાઈમેટના બોર્ડ મેમ્બર્સની મીટિંગ હતી. જેમાં કલાઈમેટ ચેન્જની દિશામાં લીધેલ પગલા, ક્લાઈમેટ રેસીલીયંટ સિટી બનાવવા માટે કરેલા પ્રયાસોની ચર્ચા થઇ, આ ઉપરાંત શહેરોમાં થઇ રહેલ પ્રદુષણની માત્રા કેવી રીતે જાણવી તથા શહેરોમાં થઇ રહેલ વિવિધ પ્રયાસો જેના દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય તથા સસ્ટેઈનેબલ ડેવલોપમેન્ટની દિશામાં આગળ વધી શકાય તે અંગેની ચર્ચા વિચારણા થઇ. ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી એન્ડ ક્લાઈમેટ એ 6 ખંડના 119 દેશોના 7100 મેમ્બર્સ સિટીનું ગઠબંધન છે જે કલાઈમેટ ચેન્જ ઘટાડવા તથા એનર્જી ઓફિસિયલ પર કાર્ય કરવા માટે કટીબદ્ધ છે. રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાય આ બોર્ડના એડવાઈઝરી કમીટીના મેમ્બર છે. આ મીટીંગમાં ફિલિપાઇન્સના કેટબા લોગન શહેરના મેયર સ્ટેહની યુઈ ટાન, સેફચાઓનના મેયર મહોજમ સોફીઆની, કેનેડાના એડમોન્ટન શહેરના મેયર ડોન ઇવેસન, ગુઈલ્ફના મેયર કેમ ગુથ્રી, પીટસબર્ગના મેયર વિલિયમ પેકટો, ક્યુટોના એન્વાયર્નમેન્ટ સેક્રેટરી વેરોનિકા એરિયાસ, સસ્કાટુનનાં મેયર ચાર્લી ક્લાર્ક, વિક્ટોરિયાનાં મેયર લીયા હેલ્પસ, યેલોનાઈફનાં મેયર માર્ક હેયક સહીતનાં જુદા જુદા દેશના કમિટી મેમ્બર્સ મેયર્સની બેઠક યોજાઈ હતી.
રાજકોટ શહેરે કાર્બન ઉત્સર્જનની ઇન્વેનટી તૈયાર કરેલ છે તથા ક્લાઈમેટ રેસીલીયંટ સિટી એકશન પ્લાન ઓલરેડી બનાવેલ હોઈ, રાજકોટ શહેરના આ એકશન પ્લાન બનાવવા અંગે થયેલ ચર્ચા વિચારણા તથા જરૂરી માહિતી એકત્રકરણ માટે વિવિધ ડીપાર્ટમેન્ટ સાથેનું સંકલન કેવી રીતે કરવામાં આવ્યું તથા આ પ્લાન માટે રાજકોટ શહેરે ઉપયોગ કરેલ મેથોડોલોજી વિશે જાણીને તેની વિવિધ શહેરો તથા એક્ષપર્ટ દ્વારા સરાહના કરવામાં આવી હતી. રાજકોટ મેયરએ રાજકોટના કલાઈમેટ ચેન્જ એકશન