ડુંગળી, કપાસ, મગફળીની સમસ્યાના પ્રશ્ર્ન વિધાન સભામાં ઉઠાવતા ધારાસભ્યરાજકોટ તા,14
પટેલે કૃષિ મંત્રીના બજેટ માંગ અંગે બોલતા જણાવ્યું હતું કે મગફળીએ કાચા સોના સમાન છે જેમ શાસ્ત્રોમાં કામધેનુ અને કલ્પવૃક્ષનું વર્ણન કરવામાં આવે છે અને આપણને તે અશક્ય લાગે છે પરંતુ મારે કહેવું છે કે મગફળીનો છોડ કલ્પવૃક્ષની ગરજ સારે તેવો છોડ છે. જેના મુળ ડાંખળા અને પાન એ પશુના ચારામાં વપરાય છે. મગફળીના બીયા, તેલ પીનટ બટર વગેરે ખાવામાં વપરાય છે. દુનિયાના વિકસીત દેશોના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને મગફળીના દાણા જે રોજ ખાતા હોય તે હૃદયરોગનો ભોગ બનતા નથી તેમજ કેન્સર જેવી બીમારી પણ મગફળી ખાનારાથી દૂર રહે છે. અમેરિકાના બફેલા ખાતેની ન્યુયોર્ક સ્ટેટ યુનિના ડો. અનીક એવર્ડ, ડો. યેનીકન એથર્ટન, ડો. ટોમ પીટર્સને તેમના સંશોધનમાં જણાવ્યું છે કે મગફળીનું તેલ એ ઓલીસ ઓઇલની સમકક્ષ છે અને તેના ઘટકોમાં કેન્સરને રોકવાની, ચરબી ન વધારવાની અને કોલેસ્ટ્રોરેલ કંટ્રોલ કરવાના ગુણધર્મ મગફળી ધરાવે છે છેલ્લા કેટલાક વર્ષોથી મગફળી, મગફળીનું તેલની સામે ખોટો પ્રચાર કરીને લોકોને સિંગતેલ ખાનારાની સંખ્યામાં ઘટાડો કર્યો છે તેમજ જે પ્રકારે વિદેશથી આયાત થતુ પામતેલ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરીને તેમજ ભેળસેળ કરનારા લોકો સામે કડક હાથે કામ લેવુ જોઇએ. અમેરિકા જેવા દેશમાં 20 ગ્રામ મગફળીના દાણાના તૈયાર પેક વેચાય છે. જેની એક પેકેટની કિંમત 2 ડોલર જેટલી છે જે બતાવે છે કે મગફળીના બીયાની કિંમત શું છે. મગફળીએ સૌરાષ્ટ્રનું કાચુ સોનું છે અને વર્ષો સુધી એક ખાંડી મગફીની સામે 1 તોલુ સોનું એ રીતના ભાવ રહેતા હતા જે સીંગતેલ ખાનાર વર્ગમાં ઘટાડો થવાના કારણે આ રેશીયો ઘટ્યો છે. સીંગતેલ, સીંગદાણાની નિકાસ અને ક્વોલિટી ઉપર પુરતુ ધ્યાન અપાય તો ખેડુતોને પુરતા ભાવ મળી રહેશે અને સરકારે ટેકાના ભાવે ખરીદવાનીસ આવશ્યકતા રહેશે નહી.
તેજ રીતે ડુંગળી ક્યારેક ખેડુતને રફાવે છે અને ક્યારેક મોંઘી થવાથી વાપરનારાને રડાવે છે. ડુંગળીનો સ્વભાવજ રડાવવાનો છે પરંતુ ખાવામાં વપરાતી ડુંગળીએ પીળીપત અને લાલ ડુંગળી ખાવામાં વપરાય છે. અને સફેદ ડુંગળીએ ડી હાઇડ્રેશન પ્લોન્ટમાં પાવડર બનાવીને એકસપોર્ટ થાય છે. દુનિફાના દેશોમાં ડુંગળીના પાવડરનો નિકાસ કરનાર દેશોમાં ભારત અને ખાસ કરીને ગુજરાત 25 ટકા જેવો હિસ્સો ધરાવે છે. 50 ટકા હિસ્સો અમેરિકા ધરાવે છે અને બાકીના 25 ટકામાં દુનિયાના અન્ય દેશો માર્કેટનો અભ્યાસ કરીને જે નિકાસકારોને તે મુજબ ઇન્ડેન્ટ ટેન્ડર ભરવા પ્રેરણા આપવામાં આવે તો ડુંગળી પકવતા ખેડુતોને પુરતા ભાવ મળી રહે અને એક્સપર્ટનું પુરતુ માર્કેટ પણ મળી રહે તેમ પટેલ અંતે જણાવે છે.