રાજકોટ કલેક્ટર કચેરીમાં એનએસયુઆઈના સુત્રોચ્ચાર


રાજકોટ તા.14
વડોદરા ખાતે આવેલ ગોત્રી મેડીકલ કાલેજમાં એમ.બી.બી.એસ.ના ફાઈાલમાં અભ્યાસ કરતો દેવકિશન દેવસીભાઈ કાતરીયા (આહિર) ચિઠઠી લખીને ગુમ થતા રાજકોટ એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરીખાતે ઘરણા-સુત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી.
મેડિકલ કોલેજના વિધાર્થીઓના જણાવ્યા કુજબ કોલેજમાં અભ્યાસ દરમ્યાન વિધાર્થીઓને પોસ્ટ ગ્રેજયુકેશનના અભ્યાસમાં પ્રેકટીકલ સાથે થીયરીનું પણ મહત્વ છે. કેટલાક તબીબી પઘ્પાપકો પ્રેકટીસની પરીક્ષાનો ભય બતાવી વિધાર્થીને દબાવતા જ રહે છે તથા વિધાર્થીઓ મુંગે મોઢે સહન ન કરતા હોય છે અનેવિધાર્થીઓ આ બાબતે જાહેરમાં રજૂઆત કરતા પણ ગભરાય છે. ગોત્રી મેડિકલ કોલેજના વિધાર્થીઓના જણાવ્યા મુજબ દેવકિશન કાતરીયાએ લીધેલા પગલાં પાછળ પ્રાઘ્યાપકની વ્હાલાદવાલાની નીતિ કારણભૂત જે.
દેવકિશનના હાથમાં ફેકચર થયું હતુ. આથી દર બે મહિને લેવાતી પ્રેકટિકલની ગાયનેકોલેજી વિષયની ઈન્ટરનલ પરીક્ષા આપી શક્યો ન હતો. આ અંગે દેવકિશન કાતરીયાએ પ્રાઘ્યકાપકને રજુઆત કરી હતી તથા તેને બીજી બેચ સાથે પોતાની પરીક્ષા લઈ લેવા અંગે વિનંતી કરી હતી, પરંતે પ્રાઘ્યાપકે તેની વિનંતી ગ્રાહય રાખી ન હતી. જેના કારણે દેવકિશન કાતરીયા એક ચિઠઠી લખીને ગુમ થઈ ગયેલ છે તથા હજુ તેનો કોઈ પતો મળેલ નથી.
દેવકિશન કાતરીયાએ લખેલી ચિઠઠીમાં જણાવેલ છે કે, મને જાણી જોઈન. નાપાસ કરવામાં આવેલ છે. તવું મને 101 ટકા લાગી રહ્યું છે કારણકે મારા વાઈવા સારા ગયા છે. વાઈવા વખતે સરે વરીગુડના કોમ્પલીસ્ટ આપ્યા હતા. તેના વણાવ્યા મુજબ ગોત્રી મેડિકલ કોલેજમાં લાગવગશાહી ચાલે છે. જે લોકોની લાગવગ ના હોય તો જ લોકો નાપાસ થાય છે. અને મને કોલેજના પ્રોફેશર દ્વારા ઈન્ટેશનલી ફેઈલ કરવામાં આવેલ છે. આ અન્યાયના કારણે તેણે આ પગલું ભરેલ છે. આ ઘટનાને કારણે મેડિકલ કોલેજના વિધાર્થીઓમાં ભયનો માહોલ ઉભો થયેલ છે.