લોલીપોપ કોર્પોરેટર બતાવે છે પ્રજાનો શું વાંક: જાગૃતીબેન ડાંગરરજુઆત ને મેયરે નજર અંદાજ કર્યાનો વિપક્ષને અનુભવ થયો
રાજકોટ તા.14
મનપાની આગામી ખાસ સાધારણ સભામાં પ્રેક્ષક ગેલેરી ખોલવા મેયરને વિપક્ષી ઉપનેતા
તથા કોંગી કોર્પોરેટર ઘ્વારા અપીલ કરવામાં આવી છે. આગામી તા.16 ના રોજ કાર્પેટ આધારીત વેરા પઘ્ધતિના નિયમો સહિતના મુદે મેયર ઘ્વારા મનપાની ખાસ સભા બોલાવવામાં આવેલી છે. કાર્પેટ એરીયા આધારીત વેરા પઘ્ધતિ ના નિયમોની બાબત રાજકોટની સમગ્રજનતા સીધી સ્પર્શતિ હોય આ સભા દરમ્યાન પ્રેક્ષક ગેલેરી ખુલ્લી મુકવા માટે વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયા તથા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર મેયર ને મળી અપીલ કરી છે. પરંતુ મેયરની માનસીકતા નકારાત્મ હોય તેવુ હજી પણ દેખાય છે.