નેશનલ કક્ષાની પાવર લીફટીંગ શહેરના 4 દિવ્યાંગો ભાગ લેશેરાજકોટ તા.14
યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ છેલ્લા 10 વર્ષથી દિવ્યાંગોના રમતગમતમાં રહેલા કૌશલ્યને ક્ષત્રિય, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઇ જવાના કામ સાથે સંકળાયેલ છે. તેમ જ પ વર્ષથી રાજ્ય સરકારના દિવ્યાંગોના ખેલ મહાકુંભના આયોજનમાં તેમજ 3 વર્ષથી પેરાલીમ્પીકસ માટે રાજકોટ અને મોરબી જીલ્લાના સંયોજક તરીકેની કામગીરી બજાવે છે.
રાજકોટ જીલ્લા તરફથી તા.16 થી 18 માર્ચના રોજ જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમ, ન્યુ દિલ્હી ખાતે યોજાનારી નેશનલ પેરા પાવર લીફટીંગ ચેમ્પીયનશીપમાં સંસ્થાના 4 દિવ્યાંગો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રમવા જશે.
રામાભાઇ બાંભવાએની પ9 થી 6પ વેઇટ કેટેગરી માટે સીલેકટ થયા છે. ધર્મેન્દ્ર જીલ્લા 7પ થી 80 ની વેઇટ કેટેગરી માટે સીલેકટ થયા છે. નિલેશભાઇ ટોયટાની પ1 થી પપ વેઇટ કેટેગરી માટે સીલેકટ થયા છે તેમજ સોનલ વસોયા 4પ થી 49 ની કેટેગરી માટે સીલેકટ થયા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાને પાવર લીફટીંગ સ્પર્ધામાં સંસ્થાના ઉપરોકત દિવ્યાંગોએ કુલ ર ગોલ્ડ અને ર સિલ્વર મેડલ જીતીને રાજકોટને ગૌરવ અપાવ્યું હતું. 3 વર્ષની અંદર સંસ્થાના દિવ્યાંગોએ 1 ઇન્ટરનેશનલ અને 1પ નેશનલ મેડલ જીતી ચુકયા છે.