બાલમંદિરના ભુલકાઓ માટે બાલનાટય મહોત્સવ


રાજકોટ તા,14
સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકૂલની સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે બાલમંદિરના ભુલકાઓ માટેનો બાલનાટય મહોત્સવ યોજાયો હતો. બાલનાટય મહોત્સવના નિર્ણાયકો તરીકે રેણુબેન યાટિક અને પલ્લવીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધાના નિર્ણાયક રેણુબેન યાટિકે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે સંસ્થાની સુવર્ણ જયંતી પ્રસંગે બાળકો માટેનો આવો કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાને અભિનંદન પાઠવુ છું. કોઇપણ સંસ્થા પચાસ વર્ષ પુરા કરે છે ત્યારે ઘણો સંઘર્ષ કરવો પડે છે. સિસ્ટર નિવેદીતા શૈક્ષણિક સંકુલ ઘણા બધા કાર્યક્રમો કરે છે.
સંસ્થાના સંસ્થાપિકા ઉષાબેન જાનીએ અશીર્વચન પાઠવતા જણાવ્યું કે આજનો કાર્યક્રમ પાંચ વર્ષથી નીચેના બાળકોનો છે તેથી મને વિશેષ આનંદ ાય છે.રેણુબેન અને પલ્લવીબહેન રાજકોટ શહેરના બાળકો માટે ખુબ જ કામ કરી રહ્યા છે. માબાપો પણ ઘણી મહેનત કરી બાળકોનો ઉછેર કરે છે અને આવી સ્પર્ધાઓ માટે પોતાનો સમય આપીને બાળકોને તૈયાર કરે છે બાળ ઉછેરમાં અ-બ-ક-ડ કરતા પ્રવૃતિઓનું વિશેષ મહત્વ રહેલુ છે.
કાર્યક્રમના પ્રારંભે પ્રસંગપરિચય આપતા સિસ્ટર નિવેદીતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક દિપકભાઇ જોશીએ જણાવ્યું કે સંસ્થાની સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી પ્રસંગે યોજવામાં આવેલ બાળકો માટેનો આ મહોત્સવ બાળકોમાં છુપાયેલા કલાકારને બહાર લાવવા માટેનો અભિનવ પ્રયોગ છે જેનો વિચાર સંસ્થાના સંસ્થાપિકા અને બાળકેળવણીકાર શ્રીમતી ઉષાબેન જાનીએ આપેલો છે.
બાળનાટયોત્સવના વિજેતા પ્રથમ સિસ્ટર નિવેદીતા બાલમંદિર- કૃતિ : શંકુતલાનું રાજા દુષ્યંતન સાથે પૂનર્મિલન (ગુજરાતી ભાષા), દ્વિતીય- ન્યુ એરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ-કે.જી. વિભાગ-કૃતિ: ટોપીવાળો ફેરીયો (હિન્દી ભાષા), તૃતીય: પ્રિન્સીપાલ ડી.પી. જોશી ફાઉન્ડેશન સંચાલીત ખેલાધર-કૃતિ: મહાભારતની વીર સન્નારી (ગુજરાતી ભાષા) વિજેતા જાહેર કરાયા છે.