ગરીબ બાળકોને આરટીઈનો લાભ અપાવવા વાલી મંડળની સ્થાપના

રાજકોટ તા,14
રાજકોટ મુકામે સમગ્ર ગુજરાતના આર.ટી.ઈ. બાળકોને બંધારણિય લાભ અપાવવા વાલી મંડળની સ્થાપના કરાઈ છે. દર બુધવારે બહુમાળી ભવન, જન સેવા કેન્દ્ર મુકામે સવારે 10થી 12 માર્ગદર્શન કેમ્પ યોજાશે. તા.7/3ના રોજ રાજકોટ-આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ માર્ગદર્શન કેમ્પમાં 2846 વાલીઓએ મુલાકાત લીધી હતી. ગુજરાત એજ્યુકેશન કમિટી છેલ્લા 4 વર્ષથી પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરે છે. આ વર્ષે આર્ટ ગેલેરી ખાતે યોજાયેલ સમારંભમાં માર્ગદર્શન કેમ્પ સાથે આરટીઈ બાળકોનું વાલી મંડળની સ્થાપના કરવામાં આવી.
આરટીઈ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ન થાય ત્યાં સુધી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત એજ્યુકેશન કમિટી અને વાલી મંડળ તૈયાર છે, આ કાર્યમાં મદદરૂપ થવા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દર બુધવારે સવારે 10થી 12 જન સેવા કેન્દ્ર, પોસ્ટ ઓફિસની બાજુમાં, બહુમાળી ભવન ખાતે હાજર રહેશે.
આવનારા વર્ષ 2018-19 માટે રાજકોટ શહેર ખાતે 15,000 ફોર્મ ભરવાનો અને ગુજરાતનો 1,50,000 ફોર્મ ભરવાનો લક્ષ્યાંક તેમજ વાલીઓને જાગૃત કરવા 3 લાખ પત્રીકાનું વિતરણ સમગ્ર ગુજરાતમાં કરાશે. હાજર વાલીઓની મંજુરી લીધા બાદ આરટીઈ બાળકોનું વાલી મંડળની સ્થાપના કરવામાં આવી.
સંગઠને માગણી ઉઠાવી છે કે સરકાર અને શિક્ષણ વિભાગ જાહેર સ્પષ્ટતા કરે કે ગુજરાતમાં કેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે ? કારણ કે સરકારે કોર્ટમાં રજુ કરેલ એફીડેવીટમાં જણાવેલું કે 8637 શાળા છે, જ્યારે ઓનલાઈન વેબપોર્ટલ ઉપર 13 માર્ચના રોજ 8696 શાળા હતી અને ફોર્મ ભરવાના છેલ્લા દીવશે 15 માર્ચના રોજ 9700 શાળાઓ હતી અને ફોર્મ ભરાય ગયા બાદ નવી 200 શાળાઓ ઉમેરવામાં આવી.
આરટીઈ પ્રવેશ કાર્યવાહી ગયે વર્ષે 4થી ફેબ્રુઆરીથી ચાલુ થઈ ગયેલ, જે 12મી માર્ચથી આ વર્ષે જો થશે તો 37 દિવસ મોડી થશ, આ બાબતે શિક્ષણ વિભાગ શાળા સંચાલકો સાથે સાંઠગાંઠ કરી લીધી હોય કે ગોઠવણના પેંતરામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોડા થવાને કારણે પ્રવેશ વંચિત રહી જાઈએ, તેવા ડરથી વાલીઓ પોતાના બાળકોના એડમીશન પોતાને યોગ્ય લાગે તે શાળામાં લઈ લ્યે છે.
ધારાસભ્યમાં પૂછાયેલા પ્રશ્ર્નના જવાબમાં સરકારે જણાવ્યું કે શૈક્ષણિક વર્ષ 2017-18 માટે 61000 અને શૈક્ષણિક વર્ષ 2016-17 માટે 47000 બાળકોનો પ્રવેશ લક્ષ્યાંક હતો, તેમ છતાં છેલ્લા બે વર્ષમાં 81237 બાળકોને પ્રવેશ અપાયો, તો પછી 26769 બાળકોને શા માટે પ્રવેશ અપાયો, તો પછી 26769 બાળકોને શા માટે પ્રવેશ ન અપાયો ? આના માટે કોણ જવાબદાર ? આરટીઈ હેઠળ વંચિત-પછાત વર્ગના બાળકોને કાયદા મુજબ પ્રવેશ આપો, સરકાર 25% પ્રવેશપાત્રતાનો આંકડો જાહેર કરે. સમિતિ આગામી સમયમાં, પ્રવેશપાત્ર સીટો 50% સુધી વધે અને તેમાં બીપીએલ, એપીએલ, જનરલ ઓબીસી, એસસી એન્ડ એસટીની સંખ્યાની ટકાવારી નકકી થાય તે માટે ઉપરાંત આરટીઈ કાયદાની વર્તમાન મર્યાદા + ધો.1થી 8ને બદલે વધારીને 0 વર્ષથી 12 સુધી થાય તે માટે સરકારને ઢંઢોળશે. તેમ મનીષ કુમાર ઓડેદરા, વિપુલભાઈ જાદવ વગેરેએ જણાવ્યું છે.