હવે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ આધાર કાર્ડ સુવિધા ઉપલબ્ધ થશે


નવીદિલ્હી,તા.14
સરકારે હાલ 6500 જેટલી પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્રો શરુ કર્યા છે. સરકારનું કહેવું છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં લગભગ 13000 પોસ્ટ ઓફિસમાં આ સુવિધા શરુ કરી દેવામાં આવશે. લોકોને આ અંગેની માહિતી મળે તે માટે સરકારે જાહેર ખબરો પણ છપાવી છે. તેમજ કઈ કઈ પ્રકારની સુવિધા મળશે તેને લગતા સવાલ-જવાબ પણ આ જાહેરખબરોમાં આપવામાં આવ્યા છે. ત્યારે મનમાં થતા હોય તેવા બીજા પણ સવાલોના જવાબ અહીં મળશે. જે મુજબ હાલ કઇ કઈ પોસ્ટ ઓફિસમાં નવા આધાર કાર્ડ બનાવવાની અને જુના આધાર કાર્ડમાં અપડેટ કરવાની સુવિધા શરુ કરવામાં આવી છે તેની માહિતી ીશમફશ.લજ્ઞદ.શક્ષ પર આપવામાં આવી છે. ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને પણ નજીકના આધાર કેન્દ્રની જાણકારી મેળવી શકાય છે.
આધાર રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે. આધાર ડેટાને અપડેટ કરાવવા માટે તમારે રુ.29.50 જેટલી મામૂલી ફી ભરવી પડે છે. આ રકમમાં ટેક્સ પણ આવી જાય છે. તેમજ પૈસા ભર્યા બાદ પાક્કી રસીદ અપાય છે. મોબાઇલ નંબર અપેડેટ થઈ શકે છે. કોઇપણ નજીકની પોસ્ટ ઓફિસમાં આવેલ આધાર કેન્દ્ર પરથી આ સુવિધા લઇ શકાય છે. જ્યાં પણ પોસ્ટ ઓફિસમાં આધાર કેન્દ્રો છે ત્યાં અપડેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. નામ પણ બદલી શકાય છે.
ઞઈંઉઅઈં ઓળખના પ્રમાણપત્ર તરીકે 18 પ્રૂફ અને એડ્રેસના પ્રમાણપત્ર તરીકે 35 ડોક્યુમેન્ટ્સ સ્વીકારે છે. તમે નામ માટે કોઈ એક અને એડ્રેસ બદલાવવા માટે કોઈ એક એમ બે અલગ અલગ પ્રૂફ દઈ શકાય છો. ક્યા ક્યા ડોક્યુમેન્ટ સ્વીકારાય છે તેની જામકારી માટે આ લિંક (વિિંાંત://ીશમફશ.લજ્ઞદ.શક્ષ/શળફલયત/ભજ્ઞળળમજ્ઞભ/દફહશમમજ્ઞભીળયક્ષતિંહશતિ.ાંમર)ક્લિક કરી માહિતી મેળવી શકાયછે. બાળક અને નવજાત શિશુનું આધાર રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો ? નવીદિલ્હી: બાળકોનું આધાર રજીસ્ટ્રેશન માતા અથવા પિતા કોઈ એકના નામ સાથે જોડીને કરવામાં આવે છે. એટલા માટે તમારા બાળકનું કોઈપણ એક ઓળખ પત્ર જેમ કે બર્થ સર્ટિફિકેટ અથવા પાસપોર્ટ લઈને પણ આધાર કેન્દ્ર પર જઈ શકાય છે.
બાળકોના આધારમાં બેવાર ફરજીયાત બાયોમેટ્રિક અપડેશનની જરુર પડે છે. પહેલું 5 વર્ષની ઉંમરમાં અને બીજુ 15 વર્ષે. આ બંને અપડેટ બિલકુલ ફ્રી હોય છે. આ માટે નજીકની પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્ર પર પહોંચવું.
નવજાત બાળકનું પણ આધાર રજીસ્ટ્રેશન થઈ શકે છે. તેના માટે તમે નજીક આવેલ પોસ્ટ ઓફિસના આધાર કેન્દ્ર જવું જોઇએ. આધારમાં અપડેટ માટે બાયોમેટ્રિક વેરિફિકેશનની જરુર પડે છે. માટે વ્યકિતએ પોતાને જ જવું પડશે.