નિકાસકારોના રિફંડના પ્રશ્ર્નો ઉકેલવા આવતીકાલથી વિવિધ શહેરોમાં કેમ્પ

રાજકોટ તા,14
નિકાસકારો જીએસટીના પેન્ડિંગ રિફંડને લઈને ચિંતામાં છે ત્યારે નિકાસકારોની ઓનલાઈન અરજીની ભૂલોના કારણે અટવાયેલા રિટર્નની મુશ્કેલી નિવારવા માટે સરકાર વિવિધ શહેરોમાં 15 માર્ચ આવતીકાલથી એક અઠવાડિયા સુધી વિવિધ શહેરોમાં કેમ્પ શરૂ કરશે એમ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ પટવારી આ અંગે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને રાજ્યમાં નિકાસકારોના રિફંડની મુશ્કેલી ઉકેલવા ચર્ચા કરશે.
શૈલેષ પરિવારએ જણાવ્યું છે કે વિભાગે નકકી કર્યું છે કે 31 માર્ચ અગાઉ તમામ રિફંડની અરજીઓ કિલયર કરવામાં આવે. ઓનલાઈન રિફંડ અરજીઓમાં ભુલોના કારણે રિફંડમાં વિલંબ થયો છે તે અંગે ઢગલાબંધ રજૂઆતો કરવામાં આવી છે અને એ એવું નકકી કરવામાં આવ્યુ છે કે વિવિધ શહેરોમાં આ માટેના સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યા નિકાસકારો પોતાના બાકી રિફંડના ફિઝિકલ ડોકયુમેન્ટસ જમા કરાવી શકશે અને તેમના રિફંડની પ્રક્રિયા થશે. આ અંગે પ્રક્રિયા નકકી કરવા આજે એક બેઠક યોજાશે. એક અંદાજ મુજબ, રાજ્યમાં લગભગ રૂા.10,000 કરોડના રિફંડની 30,000થી વધુ અરજીઓ પેન્ડિંગ છે. કસ્ટમસે ગુજરાતમાં અંદાજે રૂા.1000 કરોડના રિફંડની ચૂકવણી કરી દીધ છે. ઈનવોઈસ કોપી ફિઝિકલ સબમીટ કરવાની સુવિધા કસ્ટમ્સ વિભાગે શરૂ કરી ત્યારબાદ આ રિફંડ કિલયર થયા હતા. અગાઉ ચેમ્બરની વિનંતી બાદ કસ્ટમ્સ વિભાગે રિફંડ અરજીના ફાઈલીંગમાં થયેલી ભુલોના નિવારણ માટે ઈનવોઈસની હાર્ડકોપી સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.
આ સુધારા મુજબ નિકાસકારોએ તેમની ઈનવોઈસ કોપી જે પોર્ટ પરથી માલ મોકલ્યો હોય તે પોર્ટ પર અથવા તો આઈસીડી (ઈનલેન્ડ ક્ધટેનર ડેપો)માંથી માલ મોકલ્યો હોય તો ત્યાં સબમીટ કરવાની આવશ્યકતા રહેતી હતી. સરકારે દાવો કર્યો હતો કે રિફંડ માટેની અરજીમાં ભુલોના કારણે જે રિફંડનો પ્રશ્ર્ન ગુંચવાયો હતો.
જે રિફંડ અરજીઓ ભુલો વગર કરવામાં આવી હતી. તેના રિફંડ ચૂકવી દેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં સરકારે નિકાસકારોને આઈજીએસટી અને ઈનપુટ ટેકસ ક્રેડિટ (આઈટીસી) ટેકસ ક્રેડિટ (આઈટીસી) પેટે રૂા.10093 કરોડના રિફંડની ચૂકવણી કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રના નિકાસકારોને 1000ના રિફંડનું ચૂકવણુ કરતા નીકાસકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો અને પોતાના ઉદ્યોગને ઓકિસજન મળી રહ્યું છે. તેવો અહેસાસ કર્યો હતો. નિકાસકારોના રિફંડ અટકતા નિકાસકારોના ઉદ્યોગ ઉપર માઠી અસર પડી હતી અને વધારે નાણાનું રોકાણ કરવાની ફરજ પડતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ આવતીકાલથી શરૂ થતાં કેમ્પથી નિકાસકારોને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે અને પોતાના પ્રશ્ર્નોનું નિરાકરણ આપશે તેમ નિકાસકારોમાં ચર્ચાઈ રહ્યું છે.