રણછોડનગરમાં કારખાનેદારની કારના કાચ ફોડી ગઠીયાઓ લેપટોપ ઉઠાવી ગયા

રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખાડે ગઈ હોય તેમ શહેરના સામા કાંઠે રણછોડનગરમાં વહેલી સવારે કાર લઈને આવેલા બે તસ્કરોએ જુદી જુદી ત્રણ કારના કાચ ફોડી લેપટોપ અને ટેપ સહીત 50 હજારની મતા
ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કાર લઈને ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા
રાજકોટના રણછોડનગર શેરી નંબર 7માં રહેતા અને શાપરમાં એલ્યુમિનિયમનું ગોડાઉન ધરાવતા કારખાનેદાર રવિભાઈ રમેશભાઈ લીંબાસીયા નામના પટેલ યુવાનની ઘર બહાર તેની કાર પાર્ક કરેલી હતી જ્યાં વહેલી સવારે ઝેન કાર લઈને તસ્કરો આવ્યા હતા અને આ યુવાનની કારનો કાચ તોડી તેમાં પડેલ લેપટોપ સહિતની બેગ અંદાજે 20 હજાર રૂપિયાની ઉઠાવી ગયા હતા આ ઉપરાંત બાજુની શેરી નંબર 4 અને પેડક રોડ ઉપર સેટેલાઇટ ચોકમાં પણ બે કારના કાચ તોડી તે બંને કારમાંથી તસ્કરો બે ટેપ ઉઠાવી ગયા હતા અંદાજે 50 હજાર રૂપિયાનો મુદામાલ ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી બી જેબલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.