જિલ્લામાં 3100ના ટાર્ગેટ સામે શહેરમાં 3700 ફોર્મ ઉપડયા

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સિલાઈ મશીન, બ્યુટીપાર્લર, કેટરીંગના સાધનોની લોન મેળવવા અરજદારો ઉમટયા રાજકોટ તા,14
રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં હાલ માનવ ગરીમા કલ્યાણ યોજનાના ફોર્મનું વિતરણ થઇ રહ્યું છે. ત્યારે બે દિવસમાં 3700 થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે. જિલ્લાનો 3100 ફોર્મનો ટાર્ગેટ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યુ: છે.
રાજકોટ બહુમાળી ભવનના પ્રથમ માળે આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સરકારની સ્વરોજગાર લક્ષી યોજના માનવ ગરીમા કલ્યાણ યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા બે દિવસથી ફોર્મ મેળવવા માટે લાભાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા દરેક જિલ્લાના પછાત અને ગરીબી રેખાનીચે આવતા લોકોને સ્વરોજગાર મળી રહી તે માટે માનવ ગરીબ કલ્યાણ યોજના અમલમાં મુકવામાં આવી છે અને દરેક જિલ્લાને ટાર્ગેટ પ્રમાણે કિટ આપવામાં આવે છે. જેમાં હાલ રાજકોટ જિલલાને 3100 કીટ આપવાનો ટાર્ગેટ છે. જેમાં બે દિવસથી શહેરના લાભાર્થીઓને ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહયું છે. છેલ્લા બે દિવસમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી 3700 થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે અને હજુ આગામી બે દિવસ ફોર્મનું વિતરણ ચાલુ રહેવાનું સુત્રોએ જણાવ્યું હતું.
વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર લાભાર્થીઓ દ્વારા સૌથી વધુ સિલાઈ મશીન, બ્યુટી પાર્લર અને કેટરીંગના સાધનોની પુછપરછ અને ફોર્મ મેઇવવા લાભાર્થીઓને ધસારો જોવા મળી રહ્યો છે.
કેટલાક લાભાર્થીઓ લાભ લઇ ચુકયા હોવા છતા પણ બબ્બે-ત્રણ ત્રણ ચાર ફોર્મ લઇ જતા હોય છે અને ના પાડવામાં આવે તો માથાકુટ થવાના બનાવો બનતા હોવાનું કર્મચારીઓએ જણાયું હતું.
ફોર્મ વધારે પડતા વિતરણ થવાનું કારણ જણાવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમુક સમય માટે સરકાર દ્વારા માનવ ગરીમા કલ્યાણ યોજના સ્થગીત કરી દીધી હતી અને ત્યારબાદ ફરી સરકયુલેશન જાહેર કરતા ફોર્મ મેળવવા લાભાર્થીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.