કોમર્શિયલ અને ઈન્ડ. મિલ્કતો પર વધુ વેરા સામે ચેમ્બરનો વિરોધ

રાજકોટ, તા.14
રાજકોટ મહાપાલિકાએ આગામી નાણાંકીય વર્ષથી મિલ્કતવેરો કાર્પેટ એરિયા મુજબ લાગુ કરવાનું જાહેર કર્યુ છે તેમાં રહેણાંક, વાણિજય અને ઔધોગિક હેતુ માટેની મિલ્કતોના અલગઅલગ દર જાહેર કરાયા હોવાથી રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસ
વિરોધ નોંધાવીને સમાન દરની માગણી ઉઠાવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીએ રાજકોટ મહાનગરપાલિકાની જનરલ સાધારણ સભા તા.16-3-18 ના રોજ મળનાર છે જેમા મિલ્કત વેરા અંગેનો વિધેયક મંજુર કરવાનું હોવાથી આ અંગે સત્તાધિશોના ઘ્યાને મુકી વાણિજ વેરા તેમજ ઓધૌગિક વેરાઓમાં કમરતોડ વધારો દર્શાવવામાં આવે છે. વેપાર-ઉધોગને અન્ય શહેરોની સરખામણી તથા હાલના ધંધાની પરિસ્થિતી મુજબ આ વેરો અસહય હોય જેમા ફેરફાર કરવા માગણી કરી છે.
રાજકોટ ચેમ્બરે મિલ્કત વેરાની વ્યાખ્યામાં રહેણાંક/વાણિન્ય અને ઔધોગિકમાં ફકત સમાન દર જ હોવો જોઈએ કોઈ જગ્યાએ મિલ્કત માલીક પોતે વપરાશ કરે તો વેરાના દર બમણા થઈ જાય એ વ્યાજબી નથી કારણકે એક જ રોડ ઉપર એક જ સરખો વ્યવસાય કોઈપણ મકાન માલીક કરે અને ભાડુઆત વ્યવસાય કરે તો બન્ને વચ્ચે ધંધાની સામ્યતા જળવાઈ ન રહે તેમજ તંદુરસ્ત હરિફાઈ જળવાઈ શકે નહિ. તે બાબત ઘ્યાન પર મૂકી છે.