કુવાડવા રોડ પર પ્લાસ્ટિકની દુકાનમાં આગ

રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ડાયમંડ પ્લાસ્ટિક નામની ગિરીશભાઈની દુકાનમાં સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને લીધે દુકાનમાં પડેલી પ્લાયવુડની સીટો અને એક પંખો બળી ગયો હતો બાજુમાં કોટનનું ગોડાઉન આવેલું હોય પરંતુ આગ પ્રસરે તે પૂર્વે જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.