રાજકોટ મનપા દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા તા.રપ-3 ના રોજ યોજાશે


પરીક્ષા રાજ્યના પાંચ શહેરોમાં કુલ 70 કેન્દ્રો ખાતે લેવાશે રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર કલાર્કની ભરતી માટે આગામી તા.25-3-2018ના રોજ ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષાના આયોજનમાં સૌથી ખાસ વાત એ છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં ક્યારેય પણ જુનિયર કલાર્કની જગ્યા ભરવા માટેની પરીક્ષાનું એક કરતા વધુ શહેરોમાં આયોજન નથી થયું. કદાચ રાજ્યની અન્ય મહાનગરપાલિકા દ્વારા પણ આવું બન્યું નહી હોય.
મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ આયોજન વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની 75 જગ્યાઓ ભરવા માટે કુલ 47,502 ઉમેદવારોએ નિયત ફી સાથે ઓનલાઈન અરજી કરેલી છે; જેમાં સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ગામોના 30,387 ઉમેદવારો અમે સૌરાષ્ટ્ર સિવાય રાજ્યના અન્ય શહેરો અને ગામોના કુલ 17,115 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આગામી તા. તા.25-3-2018ના રોજ સવારે 11.00 થી 12.00 વાગ્યા દરમ્યાન રાજકોટ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને જુનાગઢ ખાતે પરીક્ષા લેવામાં આવનાર છે.
કમિશનરશ્રીએ વિશેષમાં એમ પણ કહ્યું કે, ઉમેદવારોની બહોળી સંખ્યાને ધ્યાનમાં રાખતા તેઓની સુગમતા માટે રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ પાંચ શહેરોમાં આ લેખિત પરીક્ષાનું આયોજન કર્યું છે. આ પાંચ શહેરોમાં જુદી જુદી શાળાઓ-કોલેજોમાં કુલ 70 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા પ્રથમ આટલા મોટા સ્કેલ પર જુનિયર કલાર્કની પરીક્ષા લેવામાં આવનાર હોઈ, વહીવટી તંત્રએ ખુબ મોટા સ્તર પર વ્યવસ્થા ગોઠવી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ જુનિયર કલાર્કની 75 જગ્યાઓ ભરવા માટે દૈનિક સમાચાર પત્રમાં જાહેરાત પ્રસિધ્ધ કરાવડાવી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. આ જગ્યા માટે હોયેવા ઉમેદવારો પાસેથી અરજી માંનાગાવ્વામાં આવી હતી કે, જેઓ માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક હોય અને તેમાં તેમણે પ્રથમ પ્રયાસે 50 ટકા ગુણ પ્રાપ્ત કર્યા હોય. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા વખતોવખત નિયત થતી કોમ્પ્યુટર વિષયક લયકાર ધરાવતા હોય.અંગ્રેજી/ગુજરાતીમાં ડેટા એન્ટ્રી વર્ક માટે કોમ્પ્યુટર ટાઈપીંગની ચોક્કસાઈપૂર્વકની ન્યુનતમ 5000 (કી ડીપ્રેસન પર અવર)/17 ઠઙખ (વર્ડ પર મિનિટ)ની સ્પીડ ( વિથ એક્યુરેસી ) ધરાવતા હોય.
વધુમાં આ ભરતી માટેની લેખિત પરીક્ષાના સિલેબસની વિસ્તૃત વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર દર્શાવવામાં આવેલ છે. જે તે શહેરમાં નિર્ધારિત કરાયેલા પરીક્ષા કેન્દ્ર ખાતે બ્લોક (પરીક્ષા ખંડ)માં સુપરવાઈઝર અને મદદનીશ મારફત પરીક્ષાની કામગીરીનું સંચાલન કરવામાં આવનાર છે. દરેક શહેરમાં પરીક્ષા કેન્દ્રોની કામગીરીનું નિયંત્રણ અને દેખરેખ રાજકોટ મહાનગરપાલિકાના વર્ગ 1 ના અધિકારી દ્વારા થશે જ્યારે વર્ગ 2 ના અધિકારીઓ પરીક્ષા કેન્દ્રોમાં સુપરવિઝન કરશે.
આ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને તેઓએ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ પર એસ.એમ.એસ. મારફત જાણ કરવામાં આવશે. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર પોતાનો અરજી નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબરની વિગત પુરી પાડ્યેથી ઉમેદવાર કોલલેટર ડાઉનલોડ કરી શકશે.
મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ઉમેદવારો જોગ એક વાત કરતા કહ્યું કે, ઉમેદવારોએ તેઓને ફાળવવામાં આવતા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાશરૂ થવાના એક કલાક પહેલા રિપોર્ટિંગ કરવાનું રહેશે. ઉમેદવાર તેમના માન્ય ફોટો ઓળખ પત્ર જેવા કે, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ કે પાસપોર્ટ ( ઓરીજીનલ ) રજુ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી
શકશે. આ પરીક્ષામા નેગેટીવ
માર્કિંગ નથી. પરીક્ષા પેપર ખઈચ (મલ્ટી ચોઈસ કવેશ્ચન) અને ઘખછ (ઓપ્ટીકલ માર્ક રીક્ગનીશન) મુજબ લેવામાં આવનાર છે.