ધો.10માં વિજ્ઞાન ટેકનોલોજીના પેપરમાં વિભાગ ‘અ’ અઘરો નિકળ્યો

જસદણની બોયઝ હાઈસ્કૂલમાં 1 કોપી કેસ, 54045 માંથી 51133 હાજર, 912 ગેરહાજર રહ્યા
ધો.10ના વિદ્યાર્થીઓને ‘અ’ વિભાગમાં સમય વધુ લાગ્યો ‘બ’ સરળ રાજકોટ તા,14
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું આજે ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર અને ધો.12 સામાન્ય પ્રવાહમાં કૃષિ વિદ્યાનું પેપર હતુ આ વર્ષે પેપરો અત્યાર સુધી સરળ નીકળ્યા છે જેથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણીજોવા મળી હતી. ધોરણ 10 વિજ્ઞાન ટેકનોલોજીમાં આજે 54045 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 51133 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને912 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજની પરીક્ષામાં 1 કોપીકેસ થયો હતો જે ભાયાવદરની મ્યુનિસિપલ બોયઝ હોસ્ટેલનો હતો. આ ઉપરાંત કૃષિવિદ્યાનું ધો.12ના પેપરમાં 191 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જે તમામ હાજર રહ્યા હતા.
ધોરણ 10માં પ્રથમ દિવસે પ્રથમ ભાષાનું પેપર હતું જે સંપુર્ણ સરળ નીકળ્યુ હતું. ગુજરાતીના પ્રથમ પેપરમાં મુખ્ય પ્રશ્ર્નો પણ સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ત્યારે આજે ધોરણ10નું દ્વિતીય પેપર વિજ્ઞાન અને ટેકનોલોજીનું હતું સંપૂર્ણ પેપર સીલેબસમાંથી જ હતું. વિદ્યાર્થીઓને પેપર થોડુ અઘરુ લાગ્યું હતું. પેપરમાં વિભાગ ‘અ’માં પ્રથમ 50 ગુણમાં ઓબ્જેક્ટિવ પુછવામાં આવ્યા હતા. વૈકલ્પિક પ્રશ્ર્નો મોટાભાગના વિદ્યાર્થીઓને સમય વધુ લાગ્યો હતો. પ્રશ્ર્ન પેપરમાં એસીટોનનું રાસાયણિક સુ જણાવો, વનસ્પતિના હવાઈ ભાગ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાને શું કહે છે?
લક્ષણોનું એક પેઢીથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય? લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને શું કહે છે? સહિતના વૈકલ્પિક પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓને અઘરા લાગ્યા હતા અને વિભાગ ‘એ’માં વિદ્યાર્થીઓને સમય વધુ લાગ્યો હતો. કોઇ દવા બનાવવા એમોનીયા વાયુ ઉપયોગી છે. આવા અનેક પ્રશ્ર્નો પુછાયા હતા. તેમજ વિભાગ ‘બ’ માં 30 શબ્દોની મર્યાદાના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા. જેમાં કાર્બન નેનોબડ્સની રચના જણાવો, સૂર્યમંડળ એટલેદ શું? તટસ્થી કરણની પ્રક્રિયા એટલે શું? પ્રશ્ર્ન પુછવામાં આવ્યા હતા. તેમજ 50 શબ્દોની મર્યાદામાં 3 ગુણના પ્રશ્ર્નો પુછવામાં આવ્યા હતા જેમાં રુધિરવાહીની એટલે શું? તેના પ્રકારો જણાવો તેમજ અંતિમ વિભાગ ‘ડી’માં પાંચ ગુણના ત્રણ પ્રશ્ર્ન પુછવામાં આવ્યા હતા. જેમાં ગોલીય અરીસા માટેનું સુત્ર મેળવો, તારણ એટલે છે? તારણ અટકાવવાના ઉપાય જણાવો, મનુષ્યનું પાચન તંત્ર વર્ણવો અને
તેના અથવામાં શ્ર્વસન એટલે શું?
તેના પ્રકાર જણાવી સમીકરણ
આપી સમજાવો પ્રશ્ર્ન પુછવામાં આવ્યા હતા. આવતીકાલે આ પેપરો * ધો.12 સામાન્ય પ્રવાહમાં
- સેક્રેટરીયલ પ્રેક્રિટસ અને વાણિજ્ય પત્રવ્યવહાર
- ભૂગોળ
* ધો.10માં અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં આવતીકાલે રિડિંગ ટાઈમ માટે પેપર રાખવામાં નથી આવ્યું. તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા