સામાન્ય ‘ગુના’ વાળા એસટી કર્મચારીઓ માટે કાલે લોકદરબાર: 1145 કેસ

સૌ પ્રથમ ખાતાકિય લોક દરબારમાં એક સરખી નીતિ અપનાવવા પ્રયાસ, સામાન્ય
દંડ જ કરવાનો રવૈયો રાજકોટ તા,14
ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડ્રાઈવર-ક્ધડકટર સહિતના અનેક કર્મચારીઓ સામે જે સામાન્ય નિયમભંગના કેસ નોંધાયેલા છે તે કેસોનો નિકાલ કરવા ગુરૂવારે પહેલી જ વખત લોક દરબાર રાખવામાં આવ્યો છે, જેમાં 1145 કેસ મૂકવામાં આવનાર છે.
ગુરૂવાર તા,15ના સવારે 11:30થી બપોરે 1 દરમિયાન રાજકોટ ડેપો મેનેજર કચેરી ખાતે યોજાનારા આ લોક દરબારમાં અધ્યક્ષસ્થાને વિભાગીય નિયામક હાજર રહેશે. વિભાગીય પરિવહન અધિકારી પી.પી.ધામાએ જણાવ્યું કે રૂટ બોર્ડ ન મારવું, ગણવેશ ન પહેરવો, મુસાફર પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપવી વગેરે સહિત જે નાના ગુના છેલ્લા બે-ત્રણ વર્ષમાં નોંધાયેલા છે એ કર્મચારીઓ સામેના કેસનો નિકાલ કરાશે. અલબત, ટિકિટ ન આપી હોય તે કિસ્સાઓમાંથી 100 રૂપિયાથી ઓછી કિંમતના જ કેસ લેવાશે, તેમજ ગંભીર ચોરી, ફેકી પીણું પીધું હોય વગેરે જેવા કેસ આમાં સામેલ નહીં કરાય.
કર્મચારીઓને સુધરવાની તક મળે, તેને સંસ્થાએ ઉદાર દિલ દાખવ્યાનો અને પોતાની ભૂલનો અહેસાસ થાય તે આ ડિપાર્ટમેન્ટલ લોકદરબાર પાછળનો
ઉદેશ છે.
આવો ખાતાકિય લોક દરબાર અગાઉ કયારેય નથી યોજાયો. રાજકોટ ડિવિઝનના 1145 કેસ તેમાં લેવાયા છે. વિભાગીય આંતરિક ઈજનેર, વહિવટી અધિકારી, સેન્ટ્રલ ઓફિસરના અધિકારી તેમજ રાજકોટ ડિવિઝનના માન્ય સંગઠનના હોદ્દેદારો તેમાં હાજરી આપશે.