રામનાથપરામાં જુગાર રમતા 11 શખ્સ 33 હજારની રોકડ સાથે ઝડપાયા

રાજકોટ તા.14
રાજકોટના રામનાથપરામાં નેપાળી કારીગરો દ્વારા જુગારધામનો અખાડો ચાલુ કરવામાં આવ્યો હોવાની માહિતી આધારે પોલીસે દરોડો પાડી 11 નેપાળી શખ્શોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 33 હજાર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટ શહેરમાં દારૂ જુગારનું દુષણ ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન
પોલીસ સ્ટેશનના પીઆઇ વી એન યાદવની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગીરાહે મળેલી હકીકતના આધારે રામનાથપરા શેરી નંબર 18માં રહેતા બિશ્વજીત વલોધર શેખના ઘરમાં દરોડો પાડી મકાનમાલિક વિશ્વજીત ઉપરાંત નાઝીમ અબ્દુલ શેખ , તપનસિંગ દિલીપસિંગ , અજોયભાઈ સસાગકર ડોલાઈ, ઉજ્જળ શ્યામભાઇ દાસ , રહીમ કાદિરભાઈ શેખ , સુશાંત ઓમરભાઈ માઇટી , સોમનાથ ટુડુ , મનોજભાઈ સુશીલભાઈ પાત્રે, હકીબુલભાઈ મંડળ અને શરીફુલ શેખને તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ રોકડા રૂપિયા 33,510 કબ્જે કર્યા હતા.