મહાત્મા ગાંધી સોસાયટીમાં લુખ્ખાઓ બેફામ; ત્રણ મહિનાથી પીછો કરતા શખ્સે સગીરાની જાહેરમાં કરી છેડતી

રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં બહેનો , દીકરીઓની કોઈ સલામતી જ ના હોય તેમ દિવસે ને દિવસે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે મહાત્મા ગાંધી સોસાયટીમાં રોમીયોએ કિશોરીનો હાથ પકડી છેડતી કરતા બચાવવા પડેલી બે બહેનો સહીત ત્રણેયને ગાળો ભાંડી હોકીથી હુમલો કરી માર મારતા પોલીસે જંગલેશ્વરના શખ્શને દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના 40 ફૂટ રોડ ઉપર આવેલ મહાત્મા ગાંધી સોસાયટીમાં રહેતી કોલેજીયન યુવતીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણી એસવાય બીકોમનો અભ્યાસ કરે છે બપોરે તેણી ઘરે હતી ત્યારે ઘરની બહાર ઝઘડો થતો હોવાનો અવાજ આવતા તે નાની બહેન સાથે ઘરની બહાર નીકળી હતી જ્યાં બહાર આરોપી આદિશ તેના મોટા બાપુજીની 17 વર્ષની પુત્રીનો હાથ પકડી છેડતી કરતો હતો તેનો પિતરાઈ બહેન પ્રતિકાર કરતી હતી તેને સમજાવવા જતા આદીશે ઉશ્કેરાઈને પિતરાઈ બહેનને ગાળો ભાંડી, પોતે દલિત હોય જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હોકી વડે હુમલો કર્યો હતો પોતે પિતરાઈ બહેનને છોડાવી ત્રણેય બહેનો ઘરમાં ઘુસી જતા રોમિયોગીરી કરતો શખ્શ ઘરમાં ધસી આવ્યો હતો અને ત્રણેય બહેનો ઉપર હોકી વડે હુમલો કરી માર માર્યો હતો.
ઘરમાં ઘુસી આવેલ શખ્શથી બચવા ત્રણેય બહેનોએ બુમાબુમ કરતા હુમલાખોર શખ્શે દરવાજામાં હોકીના ઘા જીકી નુકશાન કરી નાસી છૂટ્યો હતો ઘટનાને પગલે ઈજાગ્રસ્ત ત્રણેય બહેનોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી આ અંગે ભક્તિનગર પોલીસે પોક્સો , એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ શરુ કરી હતી દરમિયાન હુમલાખોર શખ્શ આદિશ ફરિયાદીની 17 વષ ર્ીય પિતરાઈ બહેનનો છેલ્લા ત્રણ મહિનાથી પીછો કરતો હતો અને આજે સરાજાહેર છેડતી કરી હોવાનું જાણવા મળ્યું હતું બનાવની ગંભીરતા જોઈ પોલીસે તાબડતોડ જંગલેશ્વરમાં રહેતા હુમલાખોર આદિશ હારૂનભાઇ શેખને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.