અમીન માર્ગ રેલવે ટ્રેક પાસેથી ત્યજી દીધેલું મૃત નવજાત શિશુ મળ્યું

રાજકોટ તા.14
રાજકોટના અમીન માર્ગ પર વિકાસ ફાર્મસી સામે રેલવે ટ્રેક પાસેથી આશરે 6થી 7 માસનું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ અંગે બપોરના તરેઅનેક વાગ્યાના સુમારે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પાપ છુપાવવા નવજાત શિશુને જન્મ આપી ત્યજી દેનાર અજાણી મહિલાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
શહેરના અમીન માર્ગ રોડ ઉપર રેલવે ટ્રેક નજીક છ થી સાત માસનું નવજાત મૃત શિશુ પડ્યું હોય આ અંગે કોઈ જાગૃત નાગરિકે કંટ્રોલમાં જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને નવજાત શિશુનો મૃતદેહ સિવિલ હોસ્પિટલે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આ નવજાત શિશુ કોનું છે? અને કોણે પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને જન્મ આપી ત્યજી દીધું છે તે અંગે તપાસ હાથ ધરી છે.એક સમયે માલવીયાનગર પોલીસ અને રેલવે પોલીસ વચ્ચે હદ અંગે પણ રકજક થઇ હતી.