બોર્ડની પરીક્ષા આપવા માટે જામીન પર છુટવા આરોપીએ કરેલી અરજી ફગાવતી કોર્ટ

રાજકોટ,તા.14
મોટામવાના સરપંચ અને રાજકીય અગ્રણી મયુર શીંગાળાના ચકચારી હત્યા પ્રકરણમાં આરોપીએ બોર્ડની પરીક્ષા આપવા માટે વચગાળાના જામસન પર છુટછા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.
આ કેસની વિગત મુજબ મોટામવાના સરપંચ મયુર તળશીભાઇ શીંગાળાનું આરોપી ગાંડુ ભુરા, મહેશ ગાંડુ, ઉતમ ગાંડુ, વજુબેન ગાડું, દસા ઉર્ફે હેમા ગાંડુભાઇ, લતા ઉર્ફે ટીની ગાંડુભાઇ, વિનુ ઉર્ફે દેવજી પૂંજા અને જયેશ વિનુ સહિતનાએ તિક્ષ્ણ હથીયારો વડે હત્યા નીપજાવ્યાની મૃતકના ભાઇ ભરત તળશીભાઇ શીંગાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
દરમ્યાન જેલ હવાલે રહેલા આરોપી જયેશ મકવાણાએ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા આપવા માટે કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી જે ચાલી જતાં કોર્ટે આરોપીએ 30 દિવસના વચગાળાના જામીન પર છુટવા કરેલી અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ
શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, કૈલાશ જાની તથા સ્વે.પી.પી. તરીકે નિરંજન દફતરી અને ભાવીન દફતરી
રોકાયા હતા.