ગાંધીનગરમાં વીજઈજનેરોના ધરણા-સુત્રોચ્ચાર

રાજકોટ તા,14
પગાર સુધારણા-ભથ્થા સહિત 27 માંગણી સંદર્ભે જીઈબી એનજીનીયર્સ એસોસીએશન દ્વારા અપાયેલ હડતાલના એલાન મુજબ આજે ગાંધીનગરમાં સત્યાગ્રાહ છાવણી ખાતે વીજ ઈજનેરોએ ધરણા કાર્યક્રમ યોજયો હતો.
જીયુવીએનએલ દ્વારા જીબીયાની હડતાલને ગેરકાયદે જાહેર કરાયા બાદ પણ એન્જીનીયર્સ એસો. દ્વારા આંદોલાનાત્મક કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યા છે. જયાં સુધી જીબીયાની માંગ ન સ્વિકારાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા જીબીયાને નોટીસના અનુસંધાને જવાબો પાઠવવામાં આવેલ છે. તે તમામ પત્રોના જવાબ જીબીઆ
દ્વારા પત્રોથી માંગણીઓના વ્યાજબીપણાના અને ન્યાયિક રીતે કાયદેસરના છે તે કાયદાકીય રીતે જવાબો પાઠવવામાં આવેલા જ છે જેથી જીબીઆની હડતાળ નોટીસની કાયદેસરતા દર્શાવે છે. જીબીઆ દ્વારા આપવામાં આવેલ હડતાળ નોટીસ ઔદ્યોગીક વિવાદ ધારા અનુસાર કાયદેસરની છે.
જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા પરીપ ઘોષિત કરી હડતાલને ગેરકાયદેસર ઠેરવેલ છે. તે ન્યાયિક રીતે જરાપણ વ્યાજબી નથી. મેનેજમેન્ટ દ્વારા હડતાલને ગેરકાયદેસર ઠેરવવામાં જેટલો સમય વેડફવામાં આવેલ છે ઘણાય પ્રશ્ર્નોનું નિરાકરણ આવી ગયેલ હોય તે બાબત સ્પષ્ટ છે. જીબીઆ દ્વાર ચલાવવામાં આવતી લડત ફકત ઈજનેરો અને અધિકારીઓ પૂરતી મર્યાદિત નથી. પરંતુ જીયુવીએનએલ હેઠળની તમામ કંપનીઓના સમગ્ર અંદાજે 55 હજારથી વધુ કર્મચારીઓ અને તેના પરીવારના હીતમાં હોય તે માટેની લડત છે. પરંતુ મેનેજમેન્ટના જક્કી વલણના કારણે રાજયની ઔદ્યોગીક શાંતિ જોખમાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામેલ છે.