પોરબંદરના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું


અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા પોરબંદરના બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તિરૂવરમ્પુરમ્ થી સાઉથ વેસ્ટમાં 390 કી.મી. અને માલદીવથી નોર્થેસ્ટમાં 290 કી.મી. દુર હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં સર્જાયું છે તેમ જણાવીને પોરબંદરના બંદર વિભાગને હવામાન વિભાગ દ્વારા મળેલી ચેતવણી અનુસંધાને પોરબંદર બંદર ઉપર લોકલ એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. સમુદ્ર શાંત છે પરંતુ થોડો ઘણો પવન ફુંકાઇ રહ્યો હોવાથી આ સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને તમામ એજન્સીઓને પણ તેની જાણ કરીને એલર્ટ રહેવા જણાવી દેવાયું છે. જો કે, કોઇ ખાસ ગંભીર પરિસ્થિતિ હાલમાં જણાતી નથી. એક નંબરના સિગ્નલનો અર્થ એવો થાય છે કે, હવા તોફાની અથવા સપાટીવાળી છે, વાવાઝોડું આવશે કે નહીં તે નકકી નથી તેની ચેતવણી આપતી આ નિશાની છે.