યુનિ.માં સેમેસ્ટર પ્રથા રદ કરવા સરકારમાં દરખાસ્ત


રાજકોટ તા.14
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સેમેસ્ટર પ્રથા રદ કરવા સૈધ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ રૂા.ર47 કરોડના વાર્ષિક અંદાજપત્રને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડીકેટ સભ્યોની બેઠક નિર્ણય લેવામાં આવ્યો હતો.
શૈક્ષણિક સત્રમાં સુધારા કરી નવા પરિવર્તન લાવવા અને શિક્ષણને આગળ ધપાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટની બેઠકમાં ગઇકાલે મહત્વના નિર્ણયો લેવાયા હતા. યુનિ.ના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોયિાની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. જેમાં કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રથી સેમસેસ્ટર પ્રથા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો તેમજ ફાયનાન્સ કમિટી દ્વારા રૂા.ર47 કરોડના આગામી વર્ષના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ યુનિ. કોમ્પ.માં આવેલા પાર્ટી પ્લોટમાં 1પ કરોડના ખર્ચ નવું ઓડિટોરીયમ ઉભુ કરવા સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું તેમાં ફેરફાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે માટે સમિતિ નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત આજથી રૂસાની ગ્રાન્ટ હેઠળ રૂા.પ9 લાખ સામયિક ખરીદવા અને ઇ-જર્નલ, પુસ્તક તથા ઇ-બુકસની ખરીદી માટે 1 કરોડની ફાળવણી કરવા જે કોલેજ સરકારી હોસ્પીટલ માટે રકતદાન કેમ્પ યોજાનારને રપ હજાર ફાળવવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા અને થેલિસિમિયા મેજરની બીમારી ધરાવતા વિદ્યાર્થીઓની ફી યુનિ. ચુકવવાનો નિર્ણય લેવાયો હતો તેમજ રૂા.10 હજાર લાઇબ્રેરીયનની સુવિધા ધરાવતી કોલેજોને પુસ્તક ફાળવવા મંજૂર કરવામાં આવ્યા હતા.